Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

૫ યુવતીઓ સાથે ગેંગરેપ : પુરૂષ સાથીઓને પીવડાવ્‍યું યુરીન

આખી ઘટનાનો વીડિયો પણ ઉતાર્યો હતો

રાંચી તા. ૨૫ : ઝારખંડમાં પાંચ યુવતીઓની સાથે ગેંગરેપ થવાની ઘટના બની છે. પોલીસના જણાવ્‍યા પ્રમાણે પથ્‍થલગડી સમર્થક નેતા જોર્જ જોનાસ ટીડૂએ સામૂહિક દુષ્‍કર્મનું ષડયંત્ર રચ્‍યું હતું. યુવતીઓ સાથે થયેલા દુષ્‍કર્મની જાણ ફાધર અલ્‍ફાંસોને હતી પરંતુ તેમણે આ અંગે પોલીસને જાણ કર્યું ન્‍હોતું. પાંચ યુવતીઓ સાથે દુષ્‍કર્મની ઘટનામાં સાથે હાજર ત્રણ પુરુષ સાથીઓને આરોપીઓએ પેશાબ પીવા માટે મજબૂર કર્યા હતા જયારે આ આખી ઘટનાનો વીડિયો પણ ઉતાર્યો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અનુસાર ઘટનાથી પહેલા ટીડૂએ ખૂંટીએ કોચાંગથી દૂર છોટા ઉડીના જંગલમાં પથ્‍થલગડી સમર્થકો અને પીએલએફઆઈ સમર્થકો સાથે બેઠક થઇ હતી. બેઠકમાં હાજર અજૂબ અને આશિષ સહિત છ લોકોને દુષ્‍કર્મનું કામ સોંપાયું હતું.

મલિક પ્રમાણે અજૂબ અને આશિષ સહિત છ લોકો કોચાંગની સ્‍કૂલ પહોચ્‍યા હતા જયાં શેરી નાટકની ટીમ હતી. આરોપીઓએ ફાધર અલ્‍ફાંસો સાથે વાત કરી હતી અને દરેકને પોતાની સાથે આવવા કહ્યું હતું. ફાધરે આરોપીઓને કહ્યું હતું કે, આ બે નને છોડી દો. જેથી આરોપીઓએ બંને નનને છોડી દીધા હતા. જોકે, પીડિતાઓએ ફાધર સામે છોડાવા માટે વલોપાત કર્યો તો તેમણે કહ્યું કે, તમે જાઓ આ લોકો થોડી વારમાં તમને છોડી દેશે.

ત્‍યારબાદ આરોપીઓને તેમની જ ગાડીમાં બેસાડીને યુવતીઓ સાથે કેટલાક શેરી નાટક કરનારની ટીમના ત્રણ પુરુષ સભ્‍યોને છોટા ઉડી જંગલમાં લઇ ગયા હતા. ત્રણ આરોપીઓએ એક પછી એક પાંચ યુવતીઓ સાથે દુષ્‍કર્મ કર્યું હતું. જયારે યુવતીઓ સાથે હાજર ત્રણ પુરુષ સાથીઓને ગાડીમાં બાંધીને બંધક બનાવ્‍યા હતા. આ ત્રણે આરોપીઓ દુષ્‍કર્મની તસવીરો લીધા બાદ વીડિયો પણ બનાવી રહ્યા હતા. દુષ્‍કર્મ પછી યુવતીઓના ત્રણ સાથી મિત્રોને પેશાબ પીવા માટે મજબૂર કર્યા હતા.

(11:52 am IST)