Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

કાળો દિવસ મનાવીશું :કેન્દ્ર સરકારના પુતળા સળગાવીશું: ઘર-ટ્રેક્ટરપર કાળા ઝંડા લગાવીશું: રાકેશ ટિકૈતનો લલકાર

કૃષિ કાયદાઓ વિરુદ્ધ દિલ્હી સરહદો પર ખેડૂતોના ધરણા યથાવત્

Alternative text - include a link to the PDF!

નવી દિલ્હી : કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનને ફરી ઝડપી બનાવવા ખેડૂતો નેતાઓ સતત પ્રયાસ કરી રહ્યાં છે. કૃષિ કાયદાઓ વિરુદ્ધ દિલ્હી સરહદો પર ખેડૂતોના ધરણા યથાવત્ છે. આ દરમિયાન ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે ખેડૂત સંગઠનો દ્વારા બુધવારે કાળો દિવસ મનાવવા માટે મોટી જાહેરાત કરી છે.

  આ ઉપરાંત ટ્રેક્ટર અને ઘરો પર કાળા ઝંડા લગાવવામાં આવશે. આ બધુ સવારે 9 વાગ્યાથી શરૂ થઈ જશે. અમે માત્ર કાળા ઝંડા લગાવીશું. કોઈ ભીડ ભેગી નહીં થાય. કોઈ દિલ્હી નથી જવાનું. લોકો જ્યાં હોય ત્યાં કાળા ઝંડા લગાવે. હવે 6 મહિના થવા આવ્યા, હજુસુધી સરકારે કાળા કાયદા પરત લીધા નથી. આ જ કારણે ખેડૂતો કાળો દિવસ ઉજવશે.'

(12:51 am IST)