Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

વાવાઝોડા યાસને કારણે પશ્ચિમ બંગાળમાં 9 લાખ લોકોનું સ્થળાંતર : કોલકતા એરપોર્ટ બંધ

:નૈહાટી અને હલિશહેરમાં 40 મકાનોને નુકસાન : વીજપોલ અને વૃક્ષો ધરાશયી : મમતા બેનર્જીએ કંટ્રોલ સેન્ટરની લીધી મુલાકાત

યાસ વાવાઝોડાનાં કારણે કોલકાતા એરપોર્ટ એડમિનિસ્ટ્રેશનને 26 મેના રોજ કોલકાતા એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી સવારના 8.30 થી સાંજના 7.45 સુધી સ્થગિત રાખવાનો નિર્ણય લીધો છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે વાવાઝોડા યાસને કારણે નૈહાટી અને હલિશહેરમાં 40 મકાનોને નુકસાન પહોંચ્યું છે. તેની અસરથી વીજ પોલને નુકસાન પહોંચ્યું છે અને વૃક્ષો જડમૂળથી ઉખડી ગયા છે. રાજ્યનાં સમુદ્ર કિનારાનાં વિસ્તારોમાંથી 9 લાખથી પણ વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યાં છે

આ દરમિયાન મમતા બેનર્જીએ તૈયારીઓનું નિરિક્ષણ કરવા માટે કોલકાતા ઉભા કરવામાં આવેલા ચક્રવાત યાસના કન્ટ્રોલ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી.

(11:45 pm IST)