Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

UAEમાં 18 સપ્ટેમ્બરથી ફરીથી આઈપીએલ ટુર્નામેન્ટ શરૂ :ફાઈનલની તારીખ સુધીનો પ્લાન નક્કી

બાકી બચેલી 31 મેચોનું સપ્ટેમ્બર મહિનાના ત્રીજા અઠવાડિયામાં UAEમાં થઈ શકે આયોજન

મુંબઈ :ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021)ની બાકી બચેલી 31 મેચોનું આયોજન સપ્ટેમ્બર મહિનાના ત્રીજા અઠવાડિયામાં UAEમાં થઈ શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ, ટૂર્નામેન્ટની બાકી બચેલી મેચોને 3 સપ્તાહમાં સમાપ્ત કરવામાં આવશે. જેમાં 10 ડબલ હેડર મુકાબલા પણ સામેલ છે.

BCCIનું કહેવું છે કે, 3 સપ્તાહની વિન્ડો આ 31 મેચોનું આયોજન કરાવવા માટે પુરતી છે. લીગ શરૂ થવાની તારીખ સ્ટેકહોલ્ડરને 18થી 20 સપ્ટેમ્બર બતાવવામાં આવી છે. 18 સપ્ટેમ્બરે શનિવાર અને 19 સપ્ટેમ્બરે રવિવાર છે. આથી બોર્ડ આ તારીખથી જ ટૂર્નામેન્ટ શરૂ કરવા માંગશે. જ્યારે ફાઈનલ 9 થી 10 ઑક્ટોબરે થઈ શકે છે

IPL માટે BCCIએ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB)ને ભલામણ કરી હતી કે, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી અને ત્રીજી ટેસ્ટ વચ્ચેના ગેપને ઓછો કરવામાં આવે. જેથી ટેસ્ટ સિરીઝ થોડા સમય પહેલા જ સમાપ્ત થઈ શકે. જો કે ECBએ આ વાતનું ખંડન કર્યું છે.

BCCIએ 29મીં મેના રોજ સ્પેશિયલ જનરલ મિટિંગ બોલાવી છે. ICC વર્લ્ડ કપ 18 ઓક્ટોબરે રમાવાનો છે. ભારતમાં કોરોના મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને T-20 વર્લ્ડ કપ પર UAEમાં શિફ્ટ કરવામાં આવી શકે છે, જે ભારતમાં રમાવાનું નક્કી થયું છે

(11:29 pm IST)