Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

મોર્ડનાનો દાવો :કહ્યું અમારી રસી 12 થી 17 વર્ષની વયના બાળકો પર 100 ટકા અસરકારક

કંપનીએ કહ્યું કે તેણે 12 થી 17 વર્ષની વય વર્ગના 3700 બાળકોનો અભ્યાસ કર્યો

કોરોનાના સંકટ વચ્ચે  રસી ઉત્પાદક ફાર્માસ્યુટિકલ કંપની મોડર્નાએ દાવો કર્યો છે કે તેની રસી 12 થી 17 વર્ષની વયના બાળકો પર 100% અસરકારક છે.

મોડર્નાએ દાવો કર્યો કે તેની એન્ટિ કોવિડ -19 રસી પુખ્ત વયના તેમજ 12 વર્ષના બાળકો પર અસરકારક છે. આ સાથે, જ આ રસી આ વય વર્ગનાં માટે અમેરિકામાં રસીનો બીજો વિકલ્પ બનવાનો માર્ગ ખુલી ગયો છે.

રસીઓના વૈશ્વિક પુરવઠાની અછત હજી પણ યથાવત છે અને વિશ્વના મોટાભાગના દેશો રોગચાળાના નિવારણ માટે પુખ્ત વયનાં લોકોનું રસીકરણ કરાવવા માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે. અમેરિકા અને કેનેડાએ, જોકે, આ મહિનાની શરૂઆતમાં ફાઈઝર અને બાયોએનટેક ઉત્પાદિત બીજી રસીને 12 વર્ષથી વધુ ઉંમરનાંને આપવામાં આવે તે માટે મંજૂરી આપી હતી.

મોડર્ના મંજૂરી માટે લાઇનમાં છે અને તેણે કહ્યું હતું કે તેઓ આવતા મહિનાની શરૂઆતમાં યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અને અન્ય વૈશ્વિક નિયમનકારોને કિશોરોથી સંબંધિત પોતાનો ડેટા રજુ કરશે.

કંપનીએ કહ્યું કે તેણે 12 થી 17 વર્ષની વય વર્ગના 3700 બાળકોનો અભ્યાસ કર્યો છે. પ્રારંભિક પરિણામો દર્શાવે છે કે આ રસી પુખ્ત વયના લોકોની જેમ કિશોરોની રોગપ્રતિકારક શક્તિની સુરક્ષા માટે કામ કરે છે, અને હાથનાં બાવડામાં સોજો, માથાનો દુખાવો અને થાક જેવી આ પ્રકારની હંગામી આડઅસર પણ તેમનામાં જોવા મળે છે.

મોડર્ના રસીનાં બે ડોઝ લેનારાઓમાં કોવિડ-19 જોવા મળ્યો નથી, જ્યારે જે બાળકોને ડમી રસી લગાવવામાં આવી હતી, તો તેમાં ચાર કેસ નોંધાયા હતા. કંપનીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે પ્રથમ ડોઝના બે અઠવાડિયા પછી તે 93 ટકા અસરકારક રહી છે

(10:45 pm IST)