Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

પેટ્રોલના ભાવમાં ૨૩થી ૨૫ પૈસા સુધીનો વધારો

સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો : રવિવારે પેટ્રોલ ૧૫થી ૧૭ પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં ૨૫થી ૨૯ પૈસા પ્રતિ લીટરનો વધારો કરાયો હતો

નવી દિલ્હી,તા.૨૫ : સરકારી ઓઇલ કંપનીઓએ એક દિવસ બાદ આજે ફરી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો કરી દીધો છે. સતત મોંઘા થઈ રહેલા પેટ્રોલ અને ડીઝલે સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો કરી દીધો છે. આજે પેટ્રોલના ભાવમાં ૨૩થી ૨૫ પૈસા સુધીનો વધારો થયો છે. બીજી તરફ ડીઝલના ભાવમાં પણ લગભગ એટલો વધારો થયો.

નોંધનીય છે કે, રવિવારે પેટ્રોલના ભાવમાં ૧૫થી ૧૭ પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં ૨૫થી ૨૯ પૈસા પ્રતિ લીટર સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, રોજ સવારે વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર જાહેર થાય છે. સવારે વાગ્યાથી નવા દર લાગુ થઈ જાય છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય બાબતો જોડ્યા બાદ ભાવ લગભગ બમણો થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે વાગ્યે અપડેટ થઈ જાય છે.

પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ જીસ્જી કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક આરએસપી સાથે શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર અને બીપીસીએલ ગ્રાહક આરએસપી લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક એચપી પ્રાઈઝ લખીને ૯૨૨૨૨૦૧૧૨૨ નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

(9:41 pm IST)