Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

કોવિડ-ઈન્કની કોરોના બાદ ખ્યાતી રાતો રાત ખૂબ વધી

છેલ્લા ૪૦ વર્ષથી કંપની એરિઝોન પ્રાંતમાં વેપાર કરે છે : કંપની ઓડિયો વિઝ્યુઅલ વોલ પ્લેટ્સ અને કેબલ બનાવે છે, તેને મહામારી સાથે લેવા દેવા ન હોવા છતાં ચર્ચામાં

નવી દિલ્હી, તા. ૨૫ : અમેરિકાના એરિઝોના પ્રાંતમાં આવેલા ટેમ્પે શહેરની કોવિડ.ઈક્ન નામની એક કંપની છેલ્લા ૪૦ વર્ષથી વેપાર કરી રહી છે. ગત વર્ષે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જ્યારે કોવિડ-૧૯ને મહામારી ઘોષિત કરી ત્યારે કંપનીના કર્તા હર્તાઓ ચોંકી ગયા હતા. કંપનીનો મહામારી સાથે કોઈ સંબંધ હોવા છતા કોવિડ-૧૯ મહામારી ઘોષિત થઈ ત્યાર બાદ કોવિડ.ઈક્ન કંપનીની ખ્યાતિ ખૂબ વધી ગઈ હતી. કોવિડ.ઈક્ન કંપની ઓડિયો વિઝ્યુઅલ વોલ પ્લેટ્સ અને કેબલ બનાવે છે. તેના સીઈઓ નોર્મ કાર્સનના કહેવા પ્રમાણે પહેલી વખત ફેબ્રુઆરી ૨૦૨૦માં તેમને પોતાની કંપની અને મહામારીનું નામ એક છે તેવી ખબર પડી હતી.

કંપનીના કર્તા હર્તા પહેલા વીડિયો કંપની અથવા તો વીડિયો ફોર શોર્ટ એવું નામ રાખવા માંગતા હતા. પરંતુ ૪૦ વર્ષ પહેલા એવા નામ ધરાવતી અનેક કંપનીઓ હતી. તે સમયે અન્ય નામો શોધવામાં આવ્યા ત્યારે એક કર્મચારીએ કોવિડ નામ રાખવા સૂચન કર્યું હતું જેને માન્ય રાખવામાં આવ્યું હતું.

કાર્સને જણાવ્યું કે, ગત વર્ષથી તેમની કંપનીનું નામ સમગ્ર વિશ્વમાં ચર્ચાઈ રહ્યું છે. વિશ્વના સૌથી વધુ ચર્ચિત શબ્દ કોવિડ-૧૯એ તેમની કંપનીને સમગ્ર વિશ્વમાં નોંધપાત્ર બનાવી છે. મહામારી દરમિયાન કંપની અનેક હાસ્યાસ્પદ અને વિચિત્ર ઘટનાઓની સાક્ષી પણ બની હતી. કંપનીની સામેથી પસાર થતા લોકોને ત્યાં કોવિડ-૧૯નો ટેસ્ટ થાય છે તેમ લાગતું. કારણે અનેક લોકો બહાર લાઈનમાં ઉભા પણ રહી ગયા હતા. કેટલાક લોકો નામ બદલી દેવાનું સૂચન પણ કરવા લાગ્યા હતા પરંતુ તેમને તેવી કોઈ જરૂર નથી લાગતી. કાર્સને મજાકના સૂરમાં કહ્યું કે, હા અમે પણ સંક્રમણ ફેલાવીએ છીએ પરંતુ તે અમારી વસ્તુની ગુણવત્તાનું છે.

(8:12 pm IST)