Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

ટૂલકિટ કેસઃ હવે કોંગ્રેસે ટ્વીટરને પાઠવ્યો પત્રઃ કહ્ના કે ભાજપ નેતાઓના ટ્વીટ પર કાર્યવાહી કરાવો

નવી દિલ્હી: ટૂલકિટ કેસમાં હવે લેટર વૉર શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસે ટ્વીટર ઈન્ડિયાને પત્ર લખીને ભાજપના 11 નેતાઓની પોસ્ટને મેનિપુલેટેડ મીડિયા ટેગ કરવા કહ્યું છે. કોંગ્રેસે 11 નેતાઓના ટ્વીટ પર ટ્વીટલના લીગલ ડિપાર્ટમેન્ટને મોકલ્યાં છે અને કહ્યું છે કે, નેતાઓ પર એક્શન લેવામાં આવે.

કોંગ્રેસે પત્ર ટ્વીટરના લીગલ હેડ વિજયા ગડ્ડે અને લીગલ ડિપાર્ટમેન્ટના વાઈસ પ્રેસિડન્ટ જિમ બેકરને લખ્યો છે. ટ્વીટર ઈન્ડિયાને દિલ્હી પોલીસને નોટિસ બાદ અમેરિકા સ્થિત ટ્વીટરની હેડ ઑફિસે સમગ્ર કેસ જિમ બેકરને સોંપ્યો છે.

કોંગ્રેસે લખ્યું છે કે, અમે પહેલા પણ આપને નકલી ટૂલકિટ વિશે જાણકારી આપી હતી. જેનો કેટલાક ભાજપ નેતાઓ ખોટી રીતે રાજકીય ફાયદો ઉઠાવી રહ્યાં છે. નેતાઓ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી કોંગ્રેસ અને તેના નેતાઓ વિરુદ્ધ ખોટી જાણકારી ફેલાવી રહ્યાં છે. અમે પત્રમાં તમને જણાવ્યું હતું કે, મોદી સરકારના કેટલાક મંત્રીઓ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલથી ષડયંત્ર રચી રહ્યાં છે.

તમે અમારી પાસેથી ટ્વીટ્સના URL સહિત અન્ય વિગતો માંગી હતી. નેતાઓ દ્વારા 18મીં મેના રોજ કરવામાં આવેલા ટ્વીટ્સની લિન્ક અમે તમને મોકલી રહ્યાં છે. જે બદઈરાદાથી કરવામાં આવ્યા હતા અને સમગ્ર દેશમાં પ્રોપગેન્ડા ફેલાવવા માટે ટ્વીટરના સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.

કોંગ્રેસે કહ્યું છે કે, #CongressToolkitExposed હૈશટેગ સાથે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પોસ્ટ કરી હતી. પ્રકારે અન્ય નેતાઓની પણ પોસ્ટ છે, જેને ટ્વીટરે મેનિપુલેટેડ મીડિયા ટેગ કર્યો છે. પાત્રા વિરુદ્ધ છત્તીસગઢના રાયપુરમાં મામલે કેસ પણ દાખલ થયો છે. જો કોઈ કેન્દ્રીય મંત્રી પોતાના એકાઉન્ટથી આવી ખોટી જાણકારી શેર કરશે, તો તેને લોકો સાચી માનશે.

એવામાં પ્રકારના તમામ એકાઉન્ટથી કરવામાં આવેલા ટ્વીટને મેનિપુલેટેડ મીડિયા જાહેર કરવા જરૂરી બને છે. અમે આશા રાખીએ છીએ કે, અમે નકલી ટૂલકિટને લઈને જે એકાઉન્ટ્સનો ઉલ્લેખ કર્યો છે, તેના પર પણ એવી કાર્યવાહી કરવામાં આવે, જેવી એક્શન ટ્વીટરના પ્લેટફોર્મના દૂરુપયોગ માટે કરવામાં આવે છે.

(5:36 pm IST)