Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

દેશમાં ઇન્ટરનેટ મીડિયા કંપનીઓના બંધ થવાના અહેવાલો વચ્ચે ફેસબુકનું મોટુ નિવેદનઃ કહ્ના ‘નિયમ માનીશુ, આઇ.ટી. જોગવાઇના નિયમોનું પાલન થશેઃ કેટલાક મુદ્દે સરકાર સાથે ચર્ચા ચાલુ છે’

નવી દિલ્હી: દેશમાં ચાલી રહેલા તમામ વિદેશી ઇન્ટરનેટ મીડિયા કંપનીઓ માટે નક્કી નિયમોનું પાલન કરવાની ડેડલાઇન પાસે આવતા ફેસબુકનું મોટુ નિવેદન સામે આવ્યુ છે. કંપનીએ કહ્યુ છે કે તે આઇટી નિયમોની જોગવાઇનું પાલન કરશે અને કેટલાક મુદ્દા પર વાતચીત ચાલી રહી છે. ફેસબુકના પ્રવક્તાએ કહ્યુ કે, અમારૂ લક્ષ્ય આઇટી નિયમોની જોગવાઇનું પાલન કરવાનું છે અને કેટલાક એવા મુદ્દા પર ચર્ચા કરવાનું ચાલુ છે જેમની માટે સરકાર સાથે વાત કરવાની જરૂર છે.

મહત્વપૂર્ણ છે કે કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને ફેબ્રુઆરીમાં કેટલાક નિયમનું પાલન કરવાનો આદેશ આપ્યો હતો, તેની માટે કંપનીઓને ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો જેનો સમય 26 મે એટલે કે કાલે પૂર્ણ થઇ રહ્યો છે. કંપનીઓએ હજુ સુધી કેન્દ્રના નિયમોનું પાલન કરવામાં નથી આવ્યુ, જે કારણથી તેમની સેવાઓ દેશમાં બંધ થવાની અટકળો લગાવવામાં આવી રહી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા 25 ફેબ્રુઆરી 2021માં દેશના ઇલેકટ્રોનિંક્સ અને આઇટી મંત્રાલય તરફથી ડિઝિટલ કંટેટને રેગ્યુલેટ કરવા માટે ત્રણ મહિનાની અંદર ગ્રીવાંસ અધિકારી, કંપ્લાયંસ ઓફિસર, નોડલ અધિકારીની તૈનાતીની જવાબદારી આપવામાં આવી હતી અને તમામનું કાર્યક્ષેત્ર ભારતમાં હોવુ જોઇતુ હતું. કેન્દ્ર તરફથી આપવામાં આવેલા આદેશ હેઠળ કંપનીઓને કંપ્લાયંસ અધિકારીની નિયુક્તિ કરવી પડશે અને તેમનું નામ અને કોન્ટેક્ટ એડ્રેસ ભારતનું હોવુ જોઇએ, 15 દિવસની અંદર ફરિયાદનો હલ કરવાની વ્યવસ્થા, આપત્તિજનક પોસ્ટ પર નજર રાખવા જેવી સામાન્ય વ્યવસ્થા જેવી વસ્તુ નવા નિયમમાં સામેલ છે.

નવા નિયમ અનુસાર, ઇન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મને સરકારના આદેશ અથવા કાયદાકીય આદેશ બાદ 36 કલાકની અંદર આપત્તિજનક સામગ્રી હટાવવી પડશે. નવા નિયમમાં કહેવામાં આવ્યુ છે કે સોશિયલ મીડિયા મધ્યસ્થ સહિત તમામ મધ્યસ્થોને યૂઝર્સ અથવા પીડિતો પાસેથી ફરિયાદ મેળવવા અથવા તેને હલ કરવા માટે એક ફરિયાદ નિવારણ તંત્ર સ્થાપિત કરવુ જોઇએ. માત્ર ઘરેલુ માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ કૂ દ્વારા નવા આઇટી નિયમ 2021ની અનુપાલન જરૂરીયાતોને પૂર્ણ કરવામાં આવી છે. કૂએ કહ્યુ કે તેને એક ભારતીય રહેવાસી ચીફ કંપ્લાયંસ અધિકારી, નોડલ અધિકારી અને ગ્રીવાંસ અધિકારી દ્વારા સમર્થિત એક ફરિયાદ નિવારણ તંત્રને પણ લાગુ કરી છે.

(5:33 pm IST)