Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

રાકેશ અસ્થાના અને વાય.સી. મોદી સીબીઆઇ ચીફની રેસમાંથી બહાર થઇ જવા પાછળનું કારણ ઓછો કાર્યકાળ હોવાનું તારણ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ચીફ જસ્ટિસ એનવી રમન્ના અને વિપક્ષ નેતા અધીર રંજન ચૌધરીની સાથે એક મહત્વની બેઠક યોજી હતી. બેઠક નવા CBI ચીફની પસંદગી માટે યોજાઈ હતી. 90 મિનિટ ચાલેલી બેઠકમાં પદ માટે રેસમાં સામેલ ઉમેદવારોને શૉર્ટ લિસ્ટ કરવાના હતા. દરમિયાન CJI રમન્નાએ એક જરૂરી નિયમ યાદ કરાવ્યો. જેના પગલે 2 નામ રેસમાંથી બહાર નીકળી ગયા.

મીડિયા રિપોર્ટ મુજબ, CJI બેઠકમાં 6 મંથ રૂલનો આધાર આપ્યો હતો. CJI સુપ્રીમ કોર્ટના ચૂકાદાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, નવા ડિરેક્ટરની પસંદગીમાં 6 મહિનાના નિયમનું પાલન જરૂર થવું જોઈએ. નિયમ મુજબ, જે અધિકારીઓનો કાર્યકાળ 6 મહિનાથી ઓછો બચ્યો છે, તેમના માટે ચીફ પોસ્ટનો વિચાર ના કરવો જોઈએ.

બેઠકમાં CJIની વાતનું વિપક્ષ નેતા અધીર રંજને સમર્થન કર્યું. 3 સભ્યોની પેનલમાં બે લોકોના સમર્થનથી નિયમ પર વિચાર કરવામાં આવ્યો અને અંતે બે નામો CBI ડિરેક્ટરની રેસમાંથી બહાર થઈ ગયા. જેમાં BSF ચીફ રાકેસ અસ્થાના સામેલ છે, જે 31 ઓગસ્ટે નિવૃત થઈ રહ્યાં છે. સિવાય 31મીં મેના રોજ નિવૃત થઈ રહેલા NIA ચીફ વાયસી મોદીના નામનો પણ વિચાર પડતો મૂકવામાં આવ્યો છે. પદ પર બે નામો પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા.

હવે CBIના સૌથી મોટા પદ માટે 3 નામો શૉર્ટ લિસ્ટ થયા છે. જેમાં મહારાષ્ટ્રના પૂર્વ DGP સુબોધકુમાર જયસ્વાલ, સશસ્ત્ર સીમા બળના ડિરેક્ટર કેઆર ચંદ્ર અને ગૃહમંત્રાલયના વિશેષ સચિવ વીએસકે કૌમુદી. ત્રણેય નામોમાં સુબોધકુમાર જયસ્વાલનું નામ સૌથી આગળ છે.

ઉલ્લેખનીય છે કે, મોદી, અધીર રંજન અને સીજેઆઈ વચ્ચેની બેઠક 4 મહિના પહેલા થવાની હતી, પરંતુ અગમ્ય કારણોસર બેઠક નહતી થઈ શકી. અધીર રંજને કોઈ નામ પર વાંધો તો નથી ઉઠાવ્યો, પરંતુ તેમણે કહ્યું કે, કેન્ડિડેટ્સની પંસદગીમાં સરકારનું વલણ બેદરકારી ભરેલું રહ્યું છે. પોસ્ટ માટે તેમને 11મીં મેના રોજ 109 નામોની યાદી મળી હતી. સોમવારે 1 વાગ્યે યાદી 10 નામની થઈ ગઈ અને સાંજે 4 વાગ્યે 6 નામ બચ્યા.

CBI ડિરેક્ટરની પોસ્ટ ફેબ્રુઆરી મહિનાથી ખાલી છે. ફેબ્રુઆરી સુધી પોસ્ટ પર ઋષિકુમાર શુક્લ હતા. જેમના બાદ પ્રવિણ સિન્હાને CBIના વચગાળાના પ્રમુખ બનાવાયા છે. પોસ્ટ માટે સૌથી વરિષ્ઠ IPS એટલે કે 1984 થી 1987ની બેંચના ઑફિસરોના નામો પર વિચાર કરવામાં આવે છે.

(5:32 pm IST)