Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

વાવાઝોડુ 'યાસ' કાલે સાંજે ઓરીસ્સાના પારાદ્વીપ અને સાગર આઇલેન્ડ વચ્ચે લેન્ડફોલ કરશેઃ ૧૨-૧૨ ફુટના મોજા ઉછળશેઃ ભારેથી અતિભારે તોફાની વરસાદની ચેતવણી

રાજકોટઃ હવામાન વિભાગે જણાવ્યુ છે કે વાવાઝોડુ 'યાસ' આવતીકાલે ૨૬મીના સાંજે ઓરીસ્સાના પારાદ્વીપ અને સાગર આઇલેન્ડ વચ્ચે ટકરાશે. ૧૨ ફુટના ઉંચા-ઉંચા મોજા ઉછળશે. લેન્ડફોલ સમયે ૧૫૫ થી ૧૬૫ અને સૌથી વધુ ૧૮૫ કિ.મી.ની ઝડપે તોફાની પવન ફુંકાશે. ભારેથી અતિભારે તોફાની વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

(4:16 pm IST)