Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

સુશીલના ઓલિમ્પિક મેડલો પરત નહિ લેવાય

મર્ડરના કેસના આરોપમાં ધરપકડ થયેલ પહેલવાન

નવી દિલ્હીઃ બે વખત ઓલિમ્પિક મેડલ વિજેતા પહેલવાન સુશીલકુમારને હત્યાના આરોપમાં દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. સુશીલની ધરપકડ થયા બાદ એક જ પ્રશ્ન ઉઠે છે કે શું તેના મેડલો પરત લઇ  લેવાશે ? જો કે હજુ સુધી તેના ઉપર આરોપ સાબિત થયો નથી. નિયમોનુસાર સુશીલના મેડલો પાછા ખેંચાઇ જવાને કોઇ ખતરો નથી.

નિયમોનુસાર સુશીલ જેલમાં રહેશે તો પણ તેના મેડલ સુરક્ષીત રહેશે ઓલિમ્પિક અને સ્ટેટિસ્ટિકસ સાથે જોડાયેલી વેબસાઇટના જણાવ્યા અનુસાર ૩૩ ઓલિમ્પિક મેડલ વિજેતાઓ ઉપર આરોપ સાબિત થયો હોય જેલમાં ગયા છે છતાં તેઓના મેડલ પરત લેવામાં આવ્યા નથી.

(4:14 pm IST)