Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

દિલ્હીમાં કોરોના સંક્રમણ વચ્ચે ડેંગ્યુના કેસ ૮ વર્ષનો રેકોર્ડ તોડયો

નવી દિલ્હી : કોરોના સંક્રમણ વચ્ચે રાજધાની દિલ્હીમાં મચ્છરજન્ય બિમારીમાં ચીકગુનીયા, ડેગ્યુ, મલેરીયા જેવી બીમારીઓ ફેલાવાનો ખતરો ઉભો થયો છે. થોડા દિવસોમાં ડેંગ્યુએ ગત ૮ વર્ષનો રેકોર્ડ તોડયો છે. એક અઠવાડીયામાં ૪ દર્દીઓ સામે આવ્યા છે. ઉપરાંત કુલ દર્દીઓની સંખ્યા પ માસમાં રપ સુધી પહોંચી છે, જે વર્ષ ર૦૧૩ બાદ સૌથી વધુ છે. સાથે જ ચીકનગુનીયાનો પણ એક કેસ અને મેલેરીયાના ૮ કેસ નોંધાયા છે.

(4:10 pm IST)