Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

રાત્રે માતાના મૃત્યુના સમાચાર મળ્યા : સવાર સુધી ૧૦૮ એમ્બ્યુલન્સ ડ્રાઇવરે ડયુટી કરી ૧પ લોકોને હોસ્પિટલે પહોંચાડ્યા

લખનૌ, તા. રપ :  ૧૫ મેના રોજ પ્રભાત નામના એમ્બ્યુલન્સ ડ્રાઇવરને ફોન આવ્યો કે તેની માતાનું નિધન થઇ ગયુ છે.

એમ્બ્યુલન્સ ડ્રાઇવર તરીકે કામ કરતો પ્રભાત તે સમયે એક પેશન્ટને લઇને હોસ્પિટલ જઇ રહ્યો હતો અને પ્રભાતે તે પેશન્ટને હોસ્પિટલ લઇ જવાનુ વધારે મહત્વનું સમજ્યુ. તે રાતથી સવાર સુધી ૧૫ લોકોને હોસ્પિટલ લઇ ગયો અને પોતાની શિફ્ટ પતાવીને જ ઘરે પહોંચ્યો હતો.

ઉત્તરપ્રદેશના મેનપુરીના રહેવાસી પ્રભાતે કહ્યું કે તેના ગામથી હોસ્પિટલ ૨૦૦ કીમી દૂર છે. તે આખીરાત પેશન્ટને હોસ્પિટલ પહોંચાડતા રહ્યાં અને પોતાની શિફ્ટ પતાવીને ઘરે પહોંચ્યા. અંતિમ સંસ્કાર કર્યા બાદ તે પોતાના કામ પર પરત ફર્યો હતો.

૩૩ વર્ષના પ્રભાતે કહ્યુ કે, માતાના નિધનની સૂચના મળી તો હું તૂટી ગયો હતો પરંતુ મે કંટ્રોલ કર્યો અને પેશન્ટને લઇને હોસ્પિટલ પહોંચ્યો હતો. તે બાદ અન્ય પેશન્ટ મારી રાહ જોઇ રહ્યાં હતા. મે તેમના જીવ બચાવવાનો પ્રાથમિકતા આપી હતી. કારણકે તે હાલના સમયમાં મહત્વપૂર્ણ હતુ.

ગયા વર્ષે પણ પ્રભાતની કોવીડમાં ડ્યુટી હતી. ત્યારે તે કોવીડ પેશન્ટને લઇ જવા માટે તત્પર હતા. તેની કોવીડ ડ્યુટી નવેમ્બર સુધી ચાલુ રહી હતી. ગયા વર્ષે જ્યારે કોરોના થોડા કંટ્રોલમાં આવ્યો હતો ત્યારે તેને ફરી નોર્મલ ડ્યુટીમાં મૂકવામાં આવ્યો હતો. પ્રભાતને ફરી એકવાર એપ્રિલમાં કોવીડ ડ્યુટીમાં મૂકવામાં આવ્યો છે.

ગયા વર્ષે જુલાઇમાં પ્રભાતની ડ્યુટી કોવીડ એમ્બ્યુલન્સ ડ્રાઇવર તરીકે થઇ હતી ત્યારે કોરોનાથી તેના પિતાની મૃત્યુ થઇ ગઇ હતી. ત્યારે પણ પ્રભાત માત્ર એક જ દિવસ માટે ઘરે ગયો હતો. પ્રભાતે કહ્યું, મારીમા જતી રહી હું કંઇ કરી નથી શકતો પરંતુ મે જે લોકોના જીવ બચાવ્યા તે મારા માટે જરૂરી હતા.

(3:24 pm IST)