Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

શું લુંટવા બેઠી છે બેંક ? SBIના ગ્રાહકો માટે ચેકબુક-ATM-મની ટ્રાન્સફર વગેરે મોંઘા થશે

નવા સર્વિસ ચાર્જ ૧લી જુલાઇથી અમલી બનશે

નવી દિલ્હી તા. ૨૫ : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તાજેતરમા જ પોતાના કસ્ટમર્સ માટે નવી નોટિફિકેશન જારી કરી છે જેમાં બેસિક બચત બેંક જમા ખાતાના ચાર્જીસમાં બદલાવ કરવા અંગે વાત કરવામાં આવી છે. આ નવા સર્વિસ ચાર્જિસ ૧ જુલાઇ ૨૦૨૧થી લાગુ થઇ જશે, જે એટીએમમાંથી કેશ વિડ્રોઅલ કરવા, ચેકબુક, મની ટ્રાન્સફર અને અન્ય બિન આર્થિક ટ્રાન્જેકશન પર લાગશે.

નવા નિયમ અનુસાર ૪ વાર ફ્રી કેશ વિડ્રોઅલ બાદ બેંક ચાર્જ લાગવાનું શરૂ થઇ જશે. બ્રાન્ચ અને એટીએમ બંને પર આ ચાર્જ લેવામાં આવશે, સરળ શબ્દોમાં કહીએ તો બેંકના BSBD ખાતાધારકને એક મહિનામાં ચાર ફ્રી કેશ વિડ્રોઅલથી વધુ કરવા માટે સર્વિસ ચાર્જની ચુકવણી કરવાની રહેશે. આ ઉપરાંત ખાતાધારકોને એક નાણાકીય વર્ષમાં ફકત ૧૦ ચેક લીવ  ફ્રી આપવામાં આવશે. તે બાદ ૧૦ લાફની ચેક બુક માટે ૪૦ રૂપિયા ચાર્જ કરવામાં આવશે. સાથે જ ગ્રાહક પાસેથી જીએસટી લેવામાં આવશે. સાથે જ ૩૫ લીફની ચેક બુક માટે ૭૫ રૂપિયા તથા જીએસટી ચાર્જ કરવામાં આવશે. જો કે ઇમરજન્સી ચેક બુકના મામલે ૧૦ લીવ માટે ૫૦ રૂપિયા પ્લસ જીએસટીની ચુકવણી કરવાની રહેશે. પરંતુ વરિષ્ઠ નાગરિકોને ચેકબુક પર નવા સર્વિસ ચાર્જિસમાંથી છૂટ મળશે. SBI અને નોન-એસબીઆઇ બ્રાન્ચ પર BSBD ખાતાધારકો દ્વારા બિન-આર્થિક ટ્રાન્જેકશન પર કોઇ ચાર્જ નહીં લાગે.

SBI BSBD એકાઉન્ટ એક બેસિક બચત ખાતુ છે. તેના પર અનેક સુવિધાઓ સરળતાથી પ્રાપ્ત થાય છે. અનેક સુવિધાઓ ગ્રાહકને ફ્રીમાં મળે છે. આ ખાતાની મહત્વની ખાસિયત છે કે આ કોઇપણ વ્યકિત દ્વારા ખોલાવી શકે છે. કોઇપણ વ્યકિત માન્ય KYC ડોકયુમેન્ટ્સ રજૂ કરીને આ એકાઉન્ટ ખોલાવી શકાય છે. સાથે જ આ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ઝીરો રાખી શકાય છે. સાથે જ મહત્તમ રકમ ડિપોઝિટ કરવાની કોઇ મર્યાદા નથી.

(3:03 pm IST)