Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

હત્યા કેસમાં ધરપકડ બાદ સુશીલ કુમારની નોકરી છીનવાઈ:ઉત્તર રેલવેએ કર્યો સસ્પેન્ડ

છત્રસાલ સ્ટેડિયમ ખાતે ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (ઓએસડી) તરીકે મૂકાયો હતો

નવી દિલ્હી : રેસલર સુશીલ કુમારની મુશ્કેલી વધતી જઇ રહી છે. ધરપકડ બાદ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે, આ દરમિયાન હવે તેની નોકરી પણ તેની પાસે છીનવી દેવાઇ છે. ઉત્તર રેલ્વેએ તેને સસ્પેન્ડ કરી દીધો છે. જો કે આ અગાઉથી જ અપેક્ષિત હતું. આખરે, હવે તેની નોકરી પણ ચાલી ગઈ.

સુશીલ કુમાર ભારતીય રેલ્વેમાં નોકરી કરતો હતો અને છત્રસાલ સ્ટેડિયમ ખાતે ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (ઓએસડી) તરીકે મૂકાયો હતો, જ્યાં પ્રેક્ટિસ કરનારા એક રેસલરની હત્યા પછી વિવાદ થયો હતો. ઉત્તર રેલ્વેનાં પ્રવક્તા નીરજ કુમારે પહેલેથી જ કહ્યું હતું કે દિલ્હી સરકારનો પત્ર મળ્યા પછી અમે નિયમો મુજબ કાર્યવાહી કરીશું. હવે કાર્યવાહી અમલમાં આવી છે.

 સુશીલ કુમારની તેના સહયોગી અજય કુમારની સાથે રવિવારે સવારે ધરપકડ કરવામાં આવી હતી, જે 4 મે નાં રોજ અહીં છત્રસાલ સ્ટેડિયમમાં વિવાદ બાદ કુસ્તીબાજ સાગર ધનખડની મૃત્યુ બાદ અનેક રાજ્યોમાં 18 દિવસથી ફરાર હતો. સાગર ધનખડનું પાછળથી હોસ્પિટલમાં નિધન થયું હતું. દિલ્હી પોલીસ અધિકારીઓનાં જણાવ્યા અનુસાર, પોલીસ સુશીલ કુમારને પકડવા માટે સંપૂર્ણ પ્રયત્નો કરી રહી હતી અને આ 18 દિવસ દરમિયાન સુશીલે પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને હરિયાણાની યાત્રા કરી હતી. છેવટે રવિવારે સવારે દિલ્હીનાં મુંડકા વિસ્તારમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે તે થોડી રોકડ લેવા આવ્યો હતો અને રાષ્ટ્રીય કક્ષાનાં એક ખેલાડીની સ્કૂટી પણ લઈ ગયો હતો. દિલ્હી પોલીસે કુમાર પર 1 લાખ રૂપિયા અને તેના સહયોગી અજય પર 50,000 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.

(3:18 pm IST)