Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

ખેડૂત આંદોલનની તપાસ સુપ્રીમ કોર્ટ કરી રહી છે : અમે કોવિદ -19 કેસ હાથ ઉપર લઇ રહ્યા હોવાથી અમારા માટે આ બાબત મુદ્દો નથી : 26 મે ના રોજ યોજાનારી ખેડૂતોની રેલી બાબતે પિટિશન સ્વીકારવાનો દિલ્હી હાઇકોર્ટનો ઇન્કાર

ન્યુદિલ્હી : 26 મે ના રોજ યોજાનારી ખેડૂતોની રેલી બાબતે પિટિશન સ્વીકારવાનો દિલ્હી હાઇકોર્ટે ઇન્કાર કર્યો હતો. જેના કારણમાં જણાવ્યું હતું કે અમે કોવિદ -19  કેસ હાથ ઉપર લઇ રહ્યા હોવાથી અમારા માટે આ બાબત મુદ્દો નથી . ખેડૂત આંદોલનની તપાસ સુપ્રીમ કોર્ટ કરી રહી છે .  તેવું જસ્ટિસ વિપિન સંઘીએ કહ્યું હતું .

આ મામલો આજે સવારે જસ્ટિસ સંઘી અને જસ્મિત સિંઘની બેંચ સમક્ષ આવ્યો હતો, જેઓ કોવિદ -19 મેનેજમેન્ટને લગતી બાબતો  કાર્યવાહી હાથ ધરે છે.

કેન્દ્ર સરકારના વિવાદિત ફાર્મ કાયદા વિરુદ્ધ ખેડુતોનો વિરોધ શરૂ થયાના છ મહિના  આવતીકાલ 26 મે ના રોજ પુરા થતા હોવાથી ભારતીય કિસાન સંઘે ખેડુતોને રાજધાની તરફ કૂચ કરવા હાકલ કરી છે .

તેથી એડવોકેટ ધનંજય  ગ્રોવરે આજે સવારે રજૂઆત કરી હતી જેમાં જણાવાયા મુજબ રેલીને કારણે ઉદ્ભવતા સંભવિત મુદ્દાઓનો સામનો કરવાની વ્યવસ્થા કરવી જરૂરી છે.  તેમણે જણાવ્યું હતું કે રેલીને કારણે  રસ્તાઓ પર અવરોધ આવી શકે છે, ઓક્સિજનનો પુરવઠો ખોરવાઈ શકે છે. કોર્ટે આજે આ બાબત હાથ ઉપર લેવાનો  ઇનકાર કર્યો હતો તથા જ્યારે ઓક્સિજન સપ્લાય ચાલુ હોવાનું પણ નિરીક્ષણ કર્યું હતું.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:39 pm IST)