Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

લોન્ગ વર્કિંગ અવર્સ બની રહ્યું છે દુનિયાભરમા લોકોના મોતનું કારણ : WHO નો મોટો ખુલાસો

હાર્ટ અટેક , સ્ટ્રોક અથવા કોઈ પ્રકારની હાર્ટ ડીઝીસથી લગભગ 7,45,000 લોકોએ જીવ ગુમાવ્યો

નવી દિલ્હી : કોરોના મહામારી દરમિયાન લોકોના કામ કરવાના સમયમાં વધારો થયો છે જે લોકોના જીવ માટે ખતરનાક બન્યો છે. આ જાણકારી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની શોધમાં સામે આવી છે. યુએસની એક ન્યુઝમાં છપાયેલ ખબર મુજબ, આ ગ્લોબલ સ્ટડીમાં જાણવા મળ્યું છે કે માત્ર 2016માં લાંબા સમય સુધી કામ કરવાના કારણે આવેલ હાર્ટ અટેક સ્ટ્રોક અથવા કોઈ પ્રકારની હાર્ટ ડીઝીસથી લગભગ 7,45,000 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ તમામ લાંબા વર્કિંગ અવર્સમાં કામ કરતા હતા.

 સ્ટડી મુજબ આ વાત સામે આવી છે કે લોન્ગ વર્કિંગ અવર્સમાં કામ કરવાથી થયેલ મોતમાં વર્ષ 2000માં 30%નો વધારો જોવા મળ્યો છે.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન હેઠળ પર્યાવરણ, જળવાયું પરિવર્તન અને સ્વાસ્થ્ય વિભાગની ડાયરેક્ટર મારિયા નિયારાએ કહ્યું, 'પ્રતિ સપ્તાહ 55 કલાક અથવા વધુ કામ કરવાના ગંભીર સ્વાસ્થ્ય જોખમો છે. અમે ઇચ્છીએ છે કે આ જાણકારી સાથે કર્મચારીઓની વધુ સુરક્ષા અને વધુ કાર્યવાહીને પ્રોત્સાહન મળશે.' જણાવી દઈએ કે રિસર્ચને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠને સંયુક્ત રૂપથી અંજામ આપ્યું છે.

  સંશોધન મુજબ, કુલ મૃત્યુમાં 72 ટકા પુરુષો અને આધેડ અથવા વૃદ્ધ લોકો હતા. સંશોધનકારોએ 194 દેશોના ડેટાના આધારે પરિણામો કાઢ્યા છે. ગ્લોબલ સ્ટડીએ ખુલાસો કર્યો છે કે સૌથી વધુ પ્રભાવિત દક્ષિણપૂર્વ એશિયા અને પશ્ચિમ પેસિફિકમાં રહેતા લોકો હતા. આમાં જાપાન, ઓસ્ટ્રેલિયા અને ચીન શામેલ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો તમે અઠવાડિયામાં 35-40 કલાકની તુલનામાં 55 કલાક કે તેથી વધુ કામ કરો છો, તો સ્ટ્રોકનું જોખમ 35 ટકા વધે છે અને ઇસ્કેમિક હૃદય રોગથી મૃત્યુનું જોખમ 17 ટકા છે.આ ડેટા વર્ષ 2016 થી 2000ની વચ્ચેના છે WHOના અધિકારીઓએ જણાવ્યું કે કોરોના વાયરસની કટોકટીના પરિણામોને લીધે રિમોટ વર્કિંગમાં ઉછાળો આવ્યો છે. વૈશ્વિક આર્થિક મંદીના ભયને ધ્યાનમાં રાખીને, કામના સમયગાળામાં લગભગ 9 ટકાનો વધારો થવાની ધારણા છે.

(1:23 pm IST)