Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

શું આવતીકાલથી બંધ થઈ જશે ફેસબુક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ? કેન્દ્રએ ડેડલાઈન ખતમ થતા મોકલી નોટિસ

નવી દિલ્હીઃ સરકારી સૂત્રોના જણાવ્યાનુંસાર કેન્દ્ર સરકારે ટ્વીટર, ફેસબુક અને ઈન્ટાગ્રામ સહિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મોને ૨૬ મે સુધી લાગૂ થનારા પ્રાઈવસી નિયમનું પાલન કરવામાં નિષ્ફળ રહેવાને લઈને ચેતવણીની સાથે નોટિસ ફટકારી છે. 

 હકિકતમાં ૨૫ ફેબ્રુઆરીએ ઈલેકટ્રોનિકસ અને ઈન્ફરમેશન ટેક્નોલોજી મંત્રાલયના નવા નિયમોનું પાલન કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ૩ મહિનાનો સમય આપ્યો હતો. જે ૨૬ મેએ ખતમ થઈ રહ્યો છે. શું નવા નિયમોમાં ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના નિયમ ૨૦૨૧ અનુસાર સેલ્ફ રેગુલેટરિંગ બોર્ડી  એક ઈન્ડિપેન્ડેટ બોર્ડી હશે. જે એમ જ પબ્લિશર્સ અથવા તેમના અસોસિયેસન દ્વારા બનાવવામાં આવશે. આ સંસ્થા ભારતના અલગ અલગ નસ્લ અને અલગ અલગ ધર્મના  લોકોને ધ્યાનમાં રાખશે અને કોઈ પણ નસ્લીય અથવા ધાર્મિક ગ્રુપની ગતિવિધિઓ, વિશ્વાસો, પ્રથાઓ અથવા વિચારોની વિશેષતા દર્શાવતા સાવધાની અને વિવેકની સાથે કામ કરશે.

 ઈલેકટ્રોનિકસ અને ઈન્ફરમેશન પ્રોદ્યોગિકી મંત્રાલય એવા સેલ્ફ રેગ્યુલેશન બોર્ડીની સાથે મળીને કામ કરશે અને એ સુનિશ્ચિત કરશે કે કોર્ડ ઓફ એથિકસનું  યોગ્ય પાલન થાય. એપ્લીકેબલ એન્ટિટી અથવા સેલ્ફ રેગુલેટિંગ બોર્ડી એવા કોઈ કંટેન્ટને સંચાલિત, -શારિત અથવા પ્રસારિત નહીં કરવા દે જે કોઈ પણ કાયદા હેઠળ વાંધાજનક છે. જે પણ સામગ્રી પ્રકાશિત કરવામાં આવી રહી છે તેને ભારતીય સંપ્રભૂતા અને અખંડતાને ધ્યાનમાં રાખીને જોવાની રહેશે. સોશિયલ મીડિયા પર પીડિત લોકોને એ નથી ખબર કે કોને ફરિયાદ કરે અને કહ્યુ તેમની સમસ્યાનું સમાધાન થાય.

 કેટલાક પ્લેટફોર્મમે આ માટે ૬ મહિનાનો સમય માંગ્યો છે. કેટલાકે કહ્યુ કે તે અમેરિકામાં પોતાના હેડકવાર્ટરના નિર્દેશની રાહ જોઈ રહ્યા છે. પ્રકાશ રાજે ટ્વીટ કર્યા મોદીના જૂના રડતા વીડિયો. સોશિયલ મીડિયા પર કમેન્ટનુ પુર સોશિયલ મીડિયા માટે નવા નિયમ ફેસબુક અને ટ્વીટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર બિન કાયદેસર અને વાંધાજનક કન્ટેન્ટ પર કન્ટ્રોલ કરવા માટે સરકારે નવા આઈટી નિયમને નોટિફાઈ કર્યા છે.

 નવા નિયમ અનુસાર સરકારના આદેશ બાદ જલ્દી જ પોતાના પ્લેટફોર્મ્સથી કન્ટેન્ટ હટાવવું પડશે. નવા ઈન્ફરમેસન ટેક્નોલોજી નિયમો મુજબ સરકારના  આદેશના વધારેમાં વધારે ૩૬ કલાકની અંદર સોશિયલ પ્લેટફોર્મના તે કન્ટેન્ટને હટાવવું પડશે જેમાં સરકારને વાંધો છે. પહેલા આ સમયમર્યાદા ૭૨ કલાક હતો.

(1:05 pm IST)