Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

મોદીરાજમાં શેરબજારમાં ટનાટન તેજી જોવા મળી : રોકાણકારોને જલ્‍સા પડી ગયા

સેન્‍સેકસ ૨૫૦૦૦થી દોડી ૫૦,૦૦૦ ઉપર પહોંચ્‍યો

(જીતેન્‍દ્ર રૂપારેલિયા દ્વારા)  વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના રાજમાં સેન્‍સેક્‍સ ૨૫ હજારથી વધીને સીધું ૫૦૦૦૦ સુધી પહોંચ્‍યું છે જેને પગલે રોકાણકારોને બખ્‍ખા થઇ જવા પામ્‍યા છે.

આશરે ૪૧ વર્ષ પહેલા ૧૦૦ના આધાર આંકથી શરૂ થયેલ બોમ્‍બે સ્‍ટોક એક્‍સચેન્‍જ (બસે), નરેન્‍દ્રભાઈ જયારે સત્તામાં આવ્‍યા ત્‍યારે એટલે કે ૨૦૧૪ના વર્ષમાં સેન્‍સેક્‍સ ૨૫ હજાર સુધી પહોંચ્‍યુ હતું અને ત્‍યારથી લઇ હાલ સુધીમાં એટલે કે છેલ્લા ૭ વર્ષમાં ૫૦,૦૦૦ સુધી પહોંચ્‍યું

   આ વેળાએ સેન્‍સેક્‍સની સફર જોઈએ તો  ૧૯૭૯માં ૧૦૦થી શરૂ થયેલ સેન્‍સેક્‍સ ૧૯૮૧માં ૧૫૨, ૧૯૮૫માં ૫૦૦ તો ૧૯૯૦માં પ્રથમ વખત ૧૦૦૦નો આંક વટાવ્‍યો હતી ત્‍યાર બાદ ૧૯૯૨માં સેન્‍સેક્‍સ જમ્‍પ મારી સીધો ૨૦૦૦ ઉપર પહોંચ્‍યો હતો ત્‍યાર બાદ ૭ વર્ષે ૧૯૯૯માં સેન્‍સેક્‍સ એ ૫૦૦૦નો આંક વટાવ્‍યો તો ૨૦૦૫માં સેન્‍સેક્‍સ પ્રથમ વખત ૭૦૦૦ને પાર, ૨૦૦૬માં ૧૦૦૦૦ને પાર

જોકે ત્‍યાર બાદ માત્ર ૧.૫ વર્ષના ગાળામાં સેન્‍સેક્‍સ ૧૦,૦૦૦થી વધી સીધો ૧૫,૦૦૦ એ પહોંચ્‍યો... ૨૦૦૮ના વર્ષમાં સેન્‍સેક્‍સ ૨૧૦૦૦ને પર પરંતુ મંદીની આવી અસર  શેર બજાર થયું ધરાશાયી, સેન્‍સેક્‍સ આંક ઘટતો ગયો, ૨૦૦૯માં તો એક તબક્કે સેન્‍સેક્‍સ ગબડીને ૮૧૬૦ સુધી પોહોંચ્‍યો હતો ત્‍યાર બાદ સ્‍તિથી થોડી સુધરી, ૨૦૧૦માં ફરી ૨૦૦૦૦ સુધી પહોંચ્‍યો ૧૬ મી મેં ૨૦૧૪ના રોજ ૨૫૩૬૪ના સ્‍તરે પહોંચ્‍યો હતો તો ૨૦૧૭માં ૩૦,૦૦૦... ૨૦૧૮માં ૩૫૦૦૦ને પાર, ૨૦૧૯માં ૪૦,૦૦૦ને પાર કોરોના કાળમાં જોવામાંડ્‍યો ઉત્તર ચઢાવ, ડિસેમ્‍બર ૨૦૨૦માં ૪૫૦૦૦ સુધી પહોંચ્‍યો અને ૨૧મી જાન્‍યુઆરી ૨૦૨૧ના રોજ સેન્‍સેક્‍સ એ ૫૦,૦૦૦ની સપાટી વટાવી અને આ લખાય રહ્યું છે ત્‍યારે એટલે કે ૨૪મી મેં ૨૦૨૧ના રોજ  પણ  સેન્‍સેક્‍સ ૫૦ હજારની ઉપર આજ છે આમ નરેન્‍દ્રભાઈના શાશનના સાત વર્ષમાં સેન્‍સેક્‍સ એ ૨૫૦૦૦ હજારથી ૫૦ હજાર સુધીની સફર કરી છે.

 

 

(12:10 pm IST)