Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી સરકારની સાત વર્ષની ઉપલબ્‍ધીઓ

૨૫૫૫ દિવસ પૂર્ણ કરનાર પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન બનતા નરેન્‍દ્રભાઈ : કોરોનાને હરાવવા અને અર્થતંત્રની ગાડી ફરી પાટે ચઢાવવા કમર કસતા મોદી : કોરોનાનો કહેર હોય કે હોય કુદરતની કારમી થપાટ હોય વડાપ્રધાન સતત સક્રિય : ઉત્તમ કાર્યશૈલીને પગલે માત્ર ભારત જ નહિ વિશ્વભરના ભારતીયોમાં લોકપ્રિય : રામમંદિરનો પેચીદો કોયડો ઉકેલી રામ લલ્લાના મંદિરનું કર્યું ભૂમિ પૂજન : અત્‍યાધુનિક રાફેલ જેટ ખરીદી ભારતીય વાયુસેનાને વધુ મજબૂત બનાવ્‍યું : વિશ્વની સૌથી લાંબી હાઇવે ટનલ ‘અટલ ટનલ' દ્વારા સિધ્‍ધિઓમાં વધુ એક છોગુ ઉમેર્યું : ફાસ્‍ટેગ જેવા કાયદાઓ દ્વારા દેશને કરોડોનો ફાયદો કરાવ્‍યો : ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર - મેડિકલ - સંરક્ષણ સહિતની સવલતો ઉપર આગળ વધતી મોદી સરકાર

વિશ્વના નકશામાં ભારતને જગતગુરૂ બનાવવાનો પ્રણ લઇ દેશહિત  માટે એક વિઝન સાથે આગળ ધપતા નરેન્‍દ્રભાઈના શાશનને ૭ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે  ત્‍યારે સવાલ એ થાય  કે શું તેઓ પ્રજાજનોની અપેક્ષામાં ખરા ઉતાર્યા છે કે ઉણા..? અગાઉની સરકારની સરખામણીમાં જનતાને શું થયો ફાયદો..?

આવો આપણે નરેન્‍દ્ર ભાઈના શાશનના આ ૭ વર્ષના લેખા જોખા જોઈએ.... શું રહી ખૂબીઓ કે રહી ગઈ ખામીઓ..? આ વેળાએ એક વાત તો ચોક્કસ કહી શકાય કે  આ વર્ષો દરમિયાન કૌભાંડો અને ભ્રષ્ટાચારો જાણે બન્‍યા ભૂતકાળ,માત્રને માત્ર દેશ હિતની જ વાતો ભારતને પ્રગતિના  પંથે કેમ ધપાવવો તેમજ પ્રજાજનોને વધુને વધુ સવલતો કેમ આપી શકાય આ ધ્‍યેયને જ નજર સામે રાખી નરેન્‍દ્ર ભાઈ સતત કાર્યરત  દેશને આત્‍મનિર્ભર બનાવવા મોદી જી એ જાણે બીડું ઝડપ્‍યું છે આયાત કેમ ઓછી કરવી નિકાસ કેમ વધારી શકાય વિદેશોમાં બનતી વસ્‍તુઓને ભારતમાં જ બનાવવાનો  પ્રયાસ હાથ ધર્યો પછી તે મેડિકલ સાધનો હોય રેલવેના એન્‍જીનો કે ડબ્‍બાઓ હોય કે હોય સંરક્ષણ સાધનો મોદી જીની આ વિઝન  ભારતને ‘આત્‍મનિર્ભર ભારત' બનાવવા  તરફ આગળ ધપાવી રહ્યા છે.         

મોદી સરકારે હાથ ધરેલ મુખ્‍ય કર્યોને જોઈએ તો  કૌભાંડોને નાબૂદ કરવા કોલસાના બ્‍લોકોને વેચવા ઓક્‍શન  પ્રથા અમલમાં મૂકી દેશના કરોડો રૂપિયાનો ફાયદો કરાવ્‍યો તેમજ નેશનલ એડયુકેશન પોલિસી અંગે અભૂતપૂર્વ નિર્ણય લેવાયો જે ૨૦૨૨ થી અમલમાં પણ મુકાઈ જશે  બિહારમાં ૧૪૦૦૦ કરોડના હાઇવે પ્રોજેક્‍ટનું ભુમીપુજન કરી કામનો પ્રારંભ કરાવ્‍યું... ૩જી ઓક્‍ટોબર ૨૦૨૦ના રોજ  વિશ્વની સૌથી લાંબી હાઇવે ટનલ ‘અટલ ટનલ'ની ૯.૦૨ કિમિ લાંબી ટનલ બનાવી વધુ એક સિદ્ધિ મેળવી... વારાણસીથી પ્રયાગરાજનો સિક્‍સ લેન હાઇવે પ્રોજેક્‍ટનો પ્રારંભ કરાવ્‍યો આપણું ભારત આંતકવાદીઓને આંખમાં કણાની જેમ ખૂંચે છે એ જગજાહેર છે ત્‍યારે ભારતને વધુ મજબૂત બનાવવા UAPA એક્‍ટમાં સુધારો... લાંબા સમયથી અટકેલ રાફેલ ડીલને આગળ ધપાવી વાયુસેનાને અત્‍યાધુનિક રાફેલ જેટ અપાવી  તેમની  તાકાતમાં કર્યો  પ્રચંડ વધારો.

 સિટિઝનશીપ અમેન્‍ડમેન્‍ટ એક્‍ટની વિરોધ વંટોળનો પણ સામનો કર્યો. દેશભરમાં નવા મોટર અધિનિયમને લાગુ કર્યા જેમાં ફાસ્‍ટેગ સહીતના નિર્ણયોનો અમલ કરાયો..કહેવાય છે કે અગાઉ  પાર ૮૫ કરોડનો ટોલનાકાની આવક હતી પરંતુ ફાસ્‍ટેગના અમલ બાદ ૧૦૨ કરોડની આવક થઇ છે એટલે કે ફાસ્‍ટેગના અમલ બાદ આશરે ૨૩ ટકાનો આવકમાં વધારો થયો છે. જમ્‍મુ કાશમીરમાં ડોમિસાઇલ એક્‍ટ અમલી કરાયો. આત્‍મનિર્ભર ભારતના ધ્‍યેય વચ્‍ચે મોદી જીને આયાત ઘટાડી નિકાસ વધારવવામાં સફળતા મળી જણાય છે  ૨૦૧૯-૨૦ના વર્ષ દરમ્‍યાન ૪૭૪.૭૧ અરબડોલરની આયાત હતી જે ૨૦૨૦-૨૧માં ઘટીને ૩૮૮.૯૨ અરબ ડોલર જેની સામે માર્ચ ૨૦૨૦માં ૨૧.૪૯ અરબ ડોલરની નિકાસ હતી જે માર્ચ ૨૦૨૧માં વધીને ૩૪ અરબ ડોલર સુધી પોહોંચી છે આ ઉપરાંત વડાપ્રધાન મોદીના ડિજિટલ ઇન્‍ડિયાના આગ્રહને પણ સફળતા મળતી જણાય છે માર્ચ મહિનામાં ભીમ યુપીઆઈ થી ૨૭૩ કરોડ વખત ટ્રાન્‍સેક્‍શન થયું રૂ.૫ લાખ કરોડના લેણ દેણની સાથે એક વર્ષમાં યુપીઆઈ ટ્રાન્‍ઝેક્‍શનમાં ૧૧૮ ટકાનો વધારો થયો તેમજ જાણ-ઔષધિ કેન્‍દ્રોને લઇને પ્રજાજનોને ગત વર્ષમાં રૂ.૪ હજાર કરોડની બચત થઇ તો ચાલુનાણાંકીય વર્ષમાં પ્રજાજનોને રૂ. ૫૦૦ કરોડની બચત થઇ હોવાનું મનાય છે.

૨૦૧૪ના વર્ષમાં ભારતમાં ૫૫% ઘરોમાં જ એલપીજી ગેસ ઉપલબ્‍ધ હતો જે ૨૦૨૦માં વધીને ૯૮.૮૦% થયો જે એટલે કે લગભગ આખા દેશના ઘરોમાં એલપીજી ગેસ પોહોંચાડવા મેં સફળતા મળતી જણાય  છે. આ ઉપરાંત ૨૦૧૪માં  એક્‍ટિવ ગેસ પાઇપલાઈનની સંખ્‍યા ૧૪ કરોડ હતી જે ૨૦૨૦ના વર્ષમાં વધીને ૨૮ કરોડ સુધી પહોંચાડી જેને પ્રશંસીય કામગીરી ગણી શકાય.

આ ઉપરાંત દેશની પ્રજાને યોગ્‍ય સારવાર મળે એ માટે એક ક્ષેત્રે પણ કોઈ કચાશ નથી રાખી વર્ષ ૨૦૧૪ સુધી દેશમાં માત્ર ૭ એઇમ્‍સ હોસ્‍પિટલ હતી જે ૨૦૨૦ સુધીમાં આ આંક ૨૨ સુધી પોહોંચ્‍યો છે... દેશની પ્રગતિ મહત્‍વનો ફાળો ધરાવતી મેટ્રો..૨૦૧૪માં માત્ર ૫ શહેરોમાં જ હતી. મેટ્રો ટ્રેનની સેવા જે ૨૦૨૦ના વર્ષમાં વધીને ૧૮ શહેરો સુધી પોહોંચી છે તેમજ ૨૦૧૪માં ૨૪૮ કિમિ મેટ્રો લાઈન કાર્યરત હતી જે વધીને ૨૦૨૦ના વર્ષમાં ૭૦૦થી વધારે કિમિ થઇ છે  દેશની પ્રગતિમાં ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ટર મહત્‍વનો ભાગ ભજવે છે જેને ધ્‍યાનમાં લઇ મોદી સરકાર કરોડો રૂપિયા ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ટર પાછળ ખર્ચી રહી છે કે જેથી  અંતર ઘટે સુગમતા વધે અને જેની સીધી અસર ધંધા રોજગારને થતી હોઈ છે ૨૦૧૪ના વર્ષમાં પ્રતિદિવસ ૧૧.૬ કિમિ હાઇવે નું દેશમાં નિર્માણ થતું હતું જે વધીને ૨૦૧૮-૧૯ના વર્ષમાં ૨૯.૭ કિમિ પ્રતિ દિવસની ઝડપથી દેશમાં હાઇવે નું નિર્માણ થઇ રહ્યું છે

તેમજ દેશના અર્થતંત્રને વેગ આપનારૂં ફોરેન ઇન્‍વેસ્‍ટમેન્‍ટ માટે જે મહત્‍વનું ગણાય એ ‘ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ'માં ભારતનું સ્‍થાન ૨૦૧૪ના વર્ષમાં ૧૪૨ ક્રમે  હતું  જે  ધરખમ સુધારા બાદ ૨૦૧૯ના વર્ષમાં  ભારતનું સ્‍થાન વિશ્વમાં  ૬૩ ક્રમે પહોંચ્‍યું છે

વિપક્ષો કે વિરોધીઓ ગાય વગાડીને એવું સાબિત કરવા માંગે છે કે મોદી સરકાર ખેડૂત વિરોધી છે પરંતુ જો ધ્‍યાન થી જોઈએ તો મોદી સરકારે આ સાત વર્ષમાં ખેડૂતોના હિત માટે જે નિર્ણયો લીધા છે જે યોજનાઓ અમલમાં મૂકી છે એ ખરેખર પ્રશંશાને પાત્ર છે

વડાપ્રધાનશ્રીના કાર્યોમાં મહત્‍વનું ગણી શકાય એવું કાર્ય થયું છે... શ્રી રામ મંદિરનો શિલાન્‍યાસ વર્ષોથી  લટકતા આ પ્રશ્નનો નિવેડો લાવી ટ્રસ્‍ટની રચના કરી અને મંદિરનું ભુમીપુજન કરી દેશના કરોડો હિન્‍દૂ જનતાના અદકેરું સ્‍થાન મેળવ્‍યું.. હાલમાં જ ગુજરાતમાં તૌકતે વાવાઝોડાએ કહેર મચાવ્‍યો હતો ત્‍યારે ગણતરીના કલાકોમાં જ અસરગ્રસ્‍ત વિસ્‍તારોનું હવાઈ પરીક્ષણ કરી મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ પાસેથી તાગ મેળવી તરત  ૧૦૦૦ કરોડની તાત્‍કાલિક સહાય કરી નરેન્‍દ્રભાઈ ગુજરાતનું ઋણ ભૂલ્‍યા નથી આજે પણ કોઈ પણ આપત્તિ વેળાએ કાયમી ગુજરાતની સાથે ઉભા રહ્યા છે.

 

(12:09 pm IST)