Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

કાલે ખગ્રાસ ચંદ્રગ્રહણ : ભારતના પૂર્વીય વિસ્‍તારોમાં દેખાશે

અમેરીકા, ઓસ્‍ટ્રેલીયા, પૂર્વ એશિયામાં અદ્દભૂત નજારો જોવા મળશે : ૩ કલાકનો કાર્યકાળ

રાજકોટ તા. ૨૫ : કાલે તા. ૨૬ ના ભારતના પૂર્વીય વિસ્‍તારોમાં ખંડગ્રાસ  અને પૂર્વ એશિયા, પેસીફીક, ઓસ્‍ટ્રેલીયા તથા અમેરીકામાં વર્ષ ૨૦૨૧ નો પ્રથમ ખગ્રાસ  ચંદ્રગ્રહણનો અદ્દભૂત અવકાશી નજારો જોવા મળશે. આશરે ૩ કલાક ૮ મીનીટનો કાર્યકાળ રહેશે. ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ આપવા રાજયભરમાં કાર્યક્રમો અપાશે.

જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ જણાવ્‍યુ છે કે કાલે ભારતીય સમય મુજબ ગ્રહણ સ્‍પર્શ બપોરે ૧.૨૫ મીનીટે થશે. મોક્ષ સાંજે ૬.૩૦ કલાકે થશે. ભારતના મોટાભાગમાં ચંદ્રગ્રહણ સમયે સૂર્યપ્રકાશ રહેનાર હોવાથી ગ્રહણ જોવાથી વંચિત રહી જશે. વિજ્ઞાન ઉપકરણોથી વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરી શકાશે.

જો કે આ એક ખગોળીય ઘટના છે. જેથી ફળકથન, ભૌગોલિક અસરો, રાશી ફળકથન જેવી બાબતોમાં લોકોએ નહીં પડવા અને અવકાશી નજારાનો આનંદ લેવા અંતમાં જાથાના જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) એ અનુરોધ કરેલ છે.

(11:34 am IST)