Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

પ્રધાનોનાં અનેક પદ ખાલી : મંત્રી મંડળનું વિસ્‍તરણ થશે

મોદી સરકાર ર.૦ નું પુરૂ થશે બીજુ વર્ષ

નવી દિલ્‍હી, તા. રપ :  ભારતીય જનતા પાર્ટીના નેતૃત્‍વવાળી એનડીએ સરકાર ૩૦ મે એ પોતાના બીજા કાર્યકાળનું બીજું વર્ષ પુરૂ કરવા જઇ રહી છે. આ દરમ્‍યાન આખા દેશની નજર વડાપ્રધાન મોદીની કેબીનેટની એ ખાલી જગ્‍યાઓ પર ફરીથી ગઇ છે જે જલ્‍દી ભરાઇ જવાની શકયતા છે. આની શકયતા એટલે પણ પ્રબળ બની ગઇ છે કે હાલમાં ઘણાં રાજયોમાં બીજેપીના કેટલાક કદાવર નેતાઓએ પદ છોડયા છે. કેટલાકને રાજય સભા દ્વારા દિલ્‍હી લવાયા છે તો કેટલાક રાહ જોઇ રહ્યા છે.

કેબીનેટ ઉપરાંત લગભગ બે વર્ષથી ખાલી પડેલ લોકસભાના ઉપાધ્‍યક્ષનું પદ પણ ભરાવાની શકયતા છે. જો કે સરકારી અને પક્ષના ગળીયારામાં લોકોનું કહેવુ છે કે ઘણા સમયથી જેની રાહ જોવાઇ રહી છે એ પ્રધાનમંડળનું વિસ્‍તરણ કયારે થશે તે વાતના કોઇ સંકેત નથી.

આજની તારીખે ચાર પ્રધાનો પાસે કેટલાક મંત્રાલયોનો વધારાનો હવાલો છે. આવું પ્રધાનોના અવસાન અથવા કોઇ બીમારીના કારણે થયું છે. અથવા પછી એનડીએમાંથી અલગ થનારા પક્ષો દ્વારા પ્રધાનપદ છોડવાના કારણે તેમના પદ આજે પણ ખાલી પડયાં છે. તેમની વધારાની જવાબદારી કેટલાક સીનીયર પ્રધાનોના ખભા પર છે. કેન્‍દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકર પાસે પર્યાવરણ ઉપરાંત ભારો ઉદ્યોગનો પણ ચાર્જ છે.આ હોદ્દો પહેલા શિવસેનાના અરવિંદ સાવંત પાસે હતો. મહારાષ્‍ટ્રમાં ભાજપાથી અલગ થયા પછી તેમણે રાજીનામું આપ્‍યું હતું.

રેલ્‍વે પ્રધાન પીયુષ ગોયલ પાસે ભાજપા નેતા રામવિલાસ પાસવાનના મૃત્‍યુ પછી ગ્રાહક મંત્રાલયનો ભાર છે આવી જ રીતે અને પંચાયતી રાજ મંત્રાલયના ખાતા હતા તેમને હરસિમરત કૌરના રાજીનામા પછી ખાદ્ય પ્રસંસ્‍કરણ મંત્રાલયનો વધારાનો ભાર સોંપાયો હતો.

(11:24 am IST)