Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

બ્‍લેક-વ્‍હાઇટ બાદ હવે યલો ફંગસનો પ્રહારઃ ખતરનાક છેઃ યુપીમાં પહેલો કેસ

ગરોળી અને કાચીડામાં જોવા મળતો યલો ફંગસ હવે માનવીમાં પણ દેખાયો

નવી દિલ્‍હી, તા.૨૫: દેશમાં કોરોના વાયરસનના કેસ જેમ જેમ દ્યટી રહ્યા છે, તેમ તેમ ફંગસના એટલે કે મ્‍યૂકોરમાઇકોસીસના કેસ રોજ બરોજ વધી રહ્યા છે. હજી તો બ્‍લેક અને વ્‍હાઇટ ફંગસ સામે લડવા સરકાર રણનીતિ બનાવે અને તેમાં પાર ઉતરે તે પહેલાં નવો ખતરો સામે આવ્‍યો છે. દેશમાં હવે પીળી ફંગસનો પ્રથમ કેસ નોંધાઈ ગયો છે. જોકે, આ ફંગસને બાકીને બે ફંગસ કરતા વધુ સંક્રામક માનવામાં આવે છે. દેશમાં પીળી ફંગસનો પ્રથમ કેસ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં નોંધાયો છે. અહીંયા ૪૫ વર્ષના એક દર્દીમાં પીળી ફંગસ સામે આવતા તેમનો ઈલાજ થઈ રહ્યો છે.

આ દર્દીની સારવાર કાન-નાક-ગળાના એક્‍સપર્ટ ડો. બ્રિજપાલ ત્‍યાગીની દેખરેખમાં થઈ રહ્યો છે. ડો. ત્‍યાગીનું કહેવું છે કે ‘બ્‍લેક વ્‍હાઇટ, અને યેલો ફંગસના કેસ જોવા મળી રહ્યા છે. ૪૫ વર્ષના આ દર્દીનું સાઇનસ સિટી સ્‍કેન ખૂબ જ સામાન્‍ય હતું પરંતુ તેની એન્‍ડોસ્‍કોપી કરવામાં આવી ત્‍યારે ખબર પડી કે તેની અંદર ત્રણે પ્રકારની ફંગસ (બ્‍લેક, વ્‍હાઇટ, યેલ્લો) હાજર હતી. યેલ્લો ફંગસ સામાન્‍ય રીતે સાંપમાં જોવા મળે છે.

એવું માનવામાં આવે છે કે સફાઈની ઉણપ અને પ્રદૂષિત ખોરાકના કારણે યેલ્લો ફંગસ ફેલાય છે. આ સાથે સ્‍ટીરોઇડ અને એન્‍ટિ ફંગલ દવાઓના અતિરકના કારણે પણ ફેલાય છે. ખાસ કરીને કોવિડ-૧૯જ્રાક્રત્‍નદ્મક સાજા થઈ રહેલા દર્દીઓમાં આ ફંગસ જોવા મળે છે.

યેલ્લો ફંગસ શરૂઆતમાં દર્દીને ખૂબ જ થાકનો અનુભવ કરાવે છે. ઓછી ભૂખ લાખવી, વજન ઘટવાની ફરિયાદ અને ત્‍યારબાદ ખૂબ જ ઝડપી વજન ઘટાડો જોવા મળે છે. આ સ્‍થિતિમાં શરીરના આંતરિક ભાગોમાં રક્‍તષાાવ અને ઓર્ગન ફેલ્‍યોરનો ખતરો રહે છે.

એન્‍ડિ ફંગલ ડ્રગ, એમ્‍ફોટેરિસિન-બી યેલ્લો ફંગસની પ્રાથમિક સારવારમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ એજ ઇન્‍જેક્‍શન છે જેનો ઉપયોગ આજકાલ બ્‍લેક અને વ્‍હાઇટ ફંગસના ઉપચાર માટે કરવામાં આવી રહ્યો છે.

કાળી અને સફેગ ફંગસના કારણે ચહેરા પર સોજો આવવો, નાક ઉપર કાળો કલર થઈ જવો અથવા રંગ ઉતરવો અથવા ઓછું દેખાવું, છાતીમાં દુઃખાવો વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. જોકે, ડોક્‍ટરના મતે યેલ્લો ફંગસ દર્દીના આંતરિક ભાગોમાં સંક્રમણ ફેલાવવાનું શરૂ કરી નાખે છે એટલા માટે દર્દીઓને સલાહ આપવામાં આવે છે કે ભૂખ ન લાગવી કે વજન ઘટાડાની ફરિયાદ આવે કે તાત્‍કાલિક તેમણે સારવાર શરૂ કરી દેવી જોઈએ. આ ફંગસ વધુ સંક્રામક છે તેવું પણ તબીબોનું માનવું છે.

દરમિયાનમાં દેશના સ્‍વાસ્‍થ્‍ય મંત્રી ડો. હર્ષવર્ધન સિંઘે જણાવ્‍યું હતું કે દેશમાં અત્‍યારસુધીમાં મ્‍યૂકાઙ્ઘરમાઇકોસિસના ૫,૪૨૪૫ નવા કેસ સામે આવ્‍યા છે. અનેક રાજયોએ આ બિમારીને મહામારી ઘોષિત કરી દીધી છે.

(11:00 am IST)