Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

બ્રિટનના PM જહોન્‍સન પોતાનાથી ૨૩ વર્ષ નાની યુવતી સાથે ત્રીજા લગ્ન કરશે

જહોન્‍સન અને સાઈમન્‍ડના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે પરંતુ ક્‍યાં યોજાશે તે અંગે હજુ રહસ્‍ય કાયમ છે

લંડન, તા.૨૫: બ્રિટનમાં અત્‍યારે કોરોનાની મહામારી ચરમ સીમા ઉપર છે ત્‍યારે બ્રિટિશ વડાપ્રધાન પણ ચર્ચામાં છવાયેલા છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જહોન્‍સન કોરોનાના કારણે નહી પરંતુ તેમના ત્રીજા લગ્ન માટે ચર્ચામાં છે. બોરિસ જહોન્‍સન ત્રીજા લગ્નની તૈયારીમાં લાગ્‍યા છે. તેઓ પોતાની મંગેતર કેરી સાઈમન્‍ડ સાથે લગ્ન કરશે. જેના માટે તેમણે પોતાના મિત્રોઅને સગાસંબંધિઓને અત્‍યારથી જ આમંત્રણો આપી દીધા છે. એક રિપોર્ટ મુજબ જહોન્‍સન અને સાઈમન્‍ડના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે પરંતુ ક્‍યાં યોજાશે તે અંગે હજુ રહસ્‍ય કાયમ છે.

અગાઉ ગત વર્ષે બોરિસ અને કેરીએ સગાઇની વાત કબૂલી ટુંકમાં જ લગ્ન કરવાની જાહેરાત કરી હતી. રિપોર્ટ મુજબ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જહોન્‍સન અને કેરી સાયમન્‍ડ્‍સ આગામી વર્ષે એટલે ૩૦ જુલાઇ ૨૦૨૨ના રોજ લગ્નગ્રંથીથી બંધાઇ જશે. જેના માટે બંનેએ પોતાના મિત્રો અને સગા સંબંધિઓને આમંત્રણ પણ મોકલી દીધા છે. જેના માટે બંનેએ પોતાના મિત્રો અને સગા સંબંધીઓને આમંત્રણ પણ પાઠવી દીધું છે.

બોરિસ અને કેરીએ ફેબ્રુઆરી ૨૦૨૦માં કહ્યું હતું કે તેઓ બંનેએ સગાઇ કરી લીધી છે અને ટુંકમાં જ લગ્ન પણ કરી લેશે, પરંતુ આ ટુંકો ગાળો કોરોનાને કારણે અઢી વર્ષ જેટલો લાંબો થઇ ગયો. ૫૬ વર્ષીય બોરિસ જહોન્‍સન વડાપ્રધાન બન્‍યા બાદથી જ પોતાની ૩૩ વર્ષીય ગર્લફ્રેન્‍ડ કેરી સાયમન્‍ડ્‍સ સાથે બ્રિટિશ પીએમના સત્તાવાર નિવાસસ્‍થાન ૧૦ ડાઉનિંગ સ્‍ટ્રીટમાં જ રહે છે. તેમનો એક દીકરો છે. જેનું નામ વિલ્‍ફ્રેડ લોરી નિકોલસ જોન્‍હસન છે. ગત વર્ષે જ સાયમંડે વિલ્‍ફ્રેડને જન્‍મ આપ્‍યો હતો.

જોન્‍હસન પોતાના ધારદાર વ્‍યક્‍તિત્‍વ માટે જાણિતા છે. તેમના પહેલા લગ્ન ૧૯૮૭માં એલગ્રા મોસ્‍ટીન ઓવેન સાથે થયા હતા. પરંતુ બંને ૧૯૯૩માં છૂટા થઇ ગયા. તેમનું દામપ્‍ય જીવન ૭ વર્ષ ટક્‍યું ત્‍યાર બાદ બોરિસે મેરિના વ્‍હીલર સાથે ૧૯૯૩માં જ લગ્ન કરી લીધા. ૨૦૧૮માં તેમના ડિવોર્સની જાહેરાત કરી.

મારિના સાથે તેમના ચાર બાળકો હતા. લારા લેટિસ, મિલોઆર્થર, કૈસિયા પીચેસ અને થિયોડોર એપોલો નામ છે. બોરિસ જોન્‍હસનનો પાંચમો પુત્ર પણ છે જેનું નામ સ્‍ટેફની મૈકીન છે.સ્‍ટેફનીની મા બોરિસ જહોનસનની સલાહકાર હતી. જહોનસનની પત્રકાર પેટ્રોનેલા વાયટઅને એના ફજૈકેરલે સાથએ પણ અફેરના સમાચાર ઉડી ગયા છે.

બોરિસ જહોન્‍સનો જન્‍મ ૧૯ જુન ૧૯૬૪માં અમેરિકાના ન્‍યુયોર્ક શહેરમાં થયો હતો. ૨૪ જુલાઇ ૨૦૧૯ થી તેઓ બ્રિટનના વડાપ્રધાનપદે છે. તેઓ બ્રિટનની કન્‍ઝર્વેટિવ પાર્ટીના નેતા છે. અગાઉ ૨૦૧૬ થી ૨૦૧૮ સુધી તેઓ બ્રિટનના વિદેશ અને કોમનવેલ્‍થ મંત્રી હતા. તે પહેલાં ૨૦૦૮થી ૨૦૧૬ સુધી લંડનના મેયર પણ રહી ચૂક્‍યા છે. ગત વર્ષે લગ્ન પહેલાં તેમને ત્‍યાં પુત્રનો જન્‍મ પણ થયો હતો. જેનું નામ તેમણે વિલ્‍ફ્રેડ નિકોલસ જહોનસન રાખ્‍યું છે.

(10:51 am IST)