Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

કોરોના કાળમાં સતત વધી રહ્યા છે પેટ્રોલ-ડીઝલના ભાવ

એક દિવસની રાહત બાદ આજે ફરી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયો

નવી દિલ્‍હી, તા.૨૫: સરકારી ઓઇલ કંપનીઓએ એક દિવસ બાદ આજે ફરી પેટ્રોલ અને ડીઝલની કિંમતો માં વધારો કરી દીધો છે. સતત મોંદ્યા થઈ રહેલા પેટ્રોલ અને ડીઝલે સામાન્‍ય જનતાની મુશ્‍કેલીઓમાં વધારો કરી દીધો છે. આજે પેટ્રોલના ભાવમાં ૨૩દ્મક ૨૫ પૈસા સુધીનો વધારો થયો છે. બીજી તરફ ડીઝલના ભાવમાં પણ લગભગ એટલો જ વધારો થયો. નોંધનીય છે કે, રવિવારે પેટ્રોલના ભાવમાં ૧૫દ્મક ૧૭ પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં ૨૫થી ૨૯ પૈસા પ્રતિ લીટર સુધીનો વધારો કરવામાં આવ્‍યો હતો.

દિલ્‍હી- પેટ્રોલ ૯૩.૪૪ રૂપિયા અને ડીઝલ ૮૪.૩૨ રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈ- પેટ્રોલ ૯૯.૭૧ રૂપિયા અને ડીઝલ ૯૧.૫૭ રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈ-પેટ્રોલ ૯૫.૦૬ રૂપિયા અને ડીઝલ ૮૯.૧૧ રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતા- પેટ્રોલ ૯૩.૪૯ રૂપિયા અને ડીઝલ ૮૭.૧૬ રૂપિયા પ્રતિ લીટર છે.

નોંધનીય છે કે, રોજ સવારે ૬ વાગ્‍યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર જાહેર થાય છે. સવારે ૬ વાગ્‍યાથી જ નવા દર લાગુ થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્‍સાઇઝ ડ્‍યૂટી, ડીલર કમીશન અને અન્‍ય બાબતો જોડ્‍યા બાદ ભાવ લગભગ બમણો થઈ જાય છે.

 

(10:50 am IST)