Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

ઓક્‍સિજન સપોર્ટ સાથે મહિલા બનાવી રહી છે રસોઈ

આ મહિલાની તસવીર સોશિયલ મીડિયા પર થઈ વાયરલઃ લોકોએ મહિલાની કપરી સ્‍થિતિ વિશે કરી કોમેન્‍ટસઃ એક માતાની ડ્‍યૂટી ક્‍યારેય પૂર્ણ થતી નથી

નવી દિલ્‍હી, તા.૨૫: સોશિયલ મીડિયા ના માધ્‍યમથી લોકો પોતાના વિચાર સરળતાથી રજૂ કરી શકે છે. સોશિયલ મીડિયા પર વ્‍યક્‍તિગત પોસ્‍ટ હોય કે પછી અન્‍ય પ્રકારની પોસ્‍ટ હોય, પોસ્‍ટના સમર્થનમાં પણ કમેન્‍ટ કરવામાં આવે છે અને ટીકા પણ કરવામાં આવે છે. એક વ્‍યક્‍તિએ તાજેતરમાં એક ફોટો શેર કર્યો છે, જેમાં મહિલા ઓક્‍સિજન કોન્‍સન્‍ટ્રેટરનો ઉપયોગ કરીને રસોઈ બનાવી રહી છે. આ ફોટા પરથી કહી શકાય કે પરિવારના સભ્‍યોને ખુશ કરવા માટે મહિલા પાસેથી અનેક પ્રકારની આશા કરવામાં આવે છે. ફોટો શેર કરનાર વ્‍યક્‍તિએ લખ્‍યું હતું કે એક માતાની ડ્‍યૂટી ક્‍યારેય પૂર્ણ થતી નથી. ફોટોમાં મહિલા ગેસ પર રોટલી બનાવતી જોવા મળે છે અને તેણે ઓક્‍સિજન સપોર્ટ માસ્‍ક પહેર્યું છે. તેની બાજુમાં જ ઓક્‍સિજન કોન્‍સન્‍ટ્રેટર રાખવામાં આવ્‍યું છે. ફોટોમાં જોઈ શકાય છે કે આ પરિસ્‍થિતિમાં પણ કોઈ તેમની મદદ કરી રહ્યું નથી.

મોટાભાગના લોકો આ ફોટો વિશે કહી રહ્યા છે કે આ પરિસ્‍થિતિમાં પણ મહિલા પાસે કામ કરાવવું તે શરમજનક બાબત છે. અનેક લોકોએ કહ્યું કે આ મહિલા બીમાર હોવા છતાં કામ કરે છે અને ઘરના સભ્‍યો તેમને મદદ નથી કરી રહ્યા. સોશિયલ મીડિયા પર આ પોસ્‍ટ અંગે કેટલાક યૂઝર્સે કમેન્‍ટ કરી છે કે તે વ્‍યક્‍તિએ તેની માતાની મદદ કરવી જોઈએ.

કેટલાક લોકોએ મહિલાના ફોટો પર કમેન્‍ટ કરી કે, શ્નઆ માતાનો પ્રેમ નથી.ઙ્ખ કમેન્‍ટ કરીને જણાવ્‍યું કે આ મહિલા ગંભીર રીતે બીમાર છે, તો મહિલાને મુશ્‍કેલીમાં મુકવાની જગ્‍યાએ તેની મદદ કરવી જોઈએ. ગેસની બાજુમાં ઓક્‍સિજન પાઈપલાઈન જેવી જવલનશીલ વસ્‍તુ રાખવી યોગ્‍ય નથી.

કોરોના વાયરસની બીજી લહેરની દેશમાં ખૂબ જ ગંભીર પરિસ્‍થિતિ જોવા મળી રહી છે. યોગ્‍ય સ્‍વાસ્‍થ્‍ય વ્‍યવસ્‍થાના અભાવને કારણે અનેક કોરોનાના દર્દીઓએ જીવ ગુમાવ્‍યો છે. દેશભરમાં કોરોનાની પરિસ્‍થિતિ પર કાબૂ મેળવવા માટે કેટલાક રાજયોએ લોકડાઉન, આંશિક લોકડાઉન અથવા રાત્રી કફ્‌ર્યૂ લગાવ્‍યું છે. સાથે જ કોરોનાના કેસ પર કાબૂ મેળવવા માટે સરકારે ૧ મેથી ૧૮ વર્ષથી ઉપરના લોકોને કોવિડ વેક્‍સીન આપવા માટેની મંજૂરી આપી છે.

 

(10:48 am IST)