Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

બેંગ્‍લોરમાં લોકોને અદ્‌ભૂત ખગોળીય નઝારો જોવા મળ્‍યોઃ સૂર્ય ફરતે ઈન્‍દ્રધનુષીય રંગની રીંગ સર્જાઈ

વૈજ્ઞાનિક ભાષામાં આ ઘટનાને સન હાલો કહેવાય છેઃ અદ્‌ભૂત નઝારો નિહાળી લોકો બન્‍યા રોમાંચીત

બેંગ્‍લોર, તા. ૨૫ :. બેંગ્‍લોરમાં ગઈકાલે લોકોએ અદભૂત ખગોળીય નઝારો નિહાળ્‍યો હતો. ગઈકાલે આસમાનમાં સૂરજની ચારેતરફ એક ગોળ સતરંગી ઈન્‍દ્રધનુષ ફરતે જોવા મળ્‍યુ હતું. જે સૂરજની ચારેતરફ જોવા મળ્‍યુ હતું. આની તસ્‍વીરો સોશ્‍યલ મીડીયા પર ફરી રહી છે. લોકો તેને જાદુઈ અનુભવ ગણાવી રહ્યા છે. વિજ્ઞાનની ભાષામાં તેને સન હાલો કહેવામાં આવે છે. સૂરજની ચારેતરફ એક ચમકીલો હેલો બપોરની આસપાસ આસમાનમાં જોવા મળ્‍યો હતો.

એક વ્‍યકિતએ સૂર્ય આભા મંડળની એક તસ્‍વીર જાહેર કરતા લખ્‍યુ છે કે ઈન્‍દ્રધનુષ જેવા આભા મંડળે એક પૂર્ણ ચક્રમાં સૂર્યને ઘેરી લીધો છે. લોકો તેને તેજસ્‍વી સૂરજ પણ કહી રહ્યા છે.

સૂર્યની ચારેતરફ બનેલા સતરંગી ઘેરાને સન હાલો કહેવાય છે જે હાલો પ્રકાશ દ્વારા ઉત્‍પન્‍ન ઓપ્‍ટીકલ ઘટના કહી શકાય. વિજ્ઞાનિકો આને સામાન્‍ય ઘટના ગણાવી રહ્યા છે. આવુ ત્‍યારે થાય છે કે જ્‍યારે સૂરજ ધરતીથી ૨૨ ડિગ્રીના એન્‍ગલ પર પહોંચે છે તો આસમાનમાં નરમાશને કારણે આ પ્રકારની રીંગ બની જાય છે. સીરસ કલાઉડને કારણે બપોરમાં જ આવુ જોવા મળે છે.

ઠંડા દેશોમાં આ એક સામાન્‍ય ઘટના છે પરંતુ આપણા દેશમાં આ દુર્લભ ઘટના છે. વર્ષમાં કોઈકવાર જ આવી ઘટના બને છે.

 

(10:48 am IST)