Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

કોરોના થાકવા લાગ્‍યોઃ ૪૨ દિવસમાં પહેલીવાર કેસ ૨ લાખથી ઓછા

છેલ્લા ૨૪ કલાકમાં ૧૯૬૪૨૭ નવા કેસ નોંધાયાઃ ૩૫૧૧ના મોતઃ કુલ મૃત્‍યુઆંક ૩૦૭૨૩૧ : કુલ કેસ ૨૬૯૪૮૮૭૪: એકટીવ કેસ ઘટીને ૨૫૮૬૭૭૮૨: અત્‍યાર સુધીમાં ૩૩.૨૫ કરોડ લોકોનું ટેસ્‍ટીંગ

નવી દિલ્‍હી, તા. ૨૫ :. દેશમા કોરોના વાયરસની બીજી લહેર હવે નબળી પડતી હોય તેવુ જણાય છે. છેલ્લા ૪૨ દિવસમાં પહેલીવાર ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨ લાખથી પણ ઓછા કેસ નોંધાયા છે.

સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયના જણાવ્‍યા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૧૯૬૪૨૭ નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન ૩૫૧૧ લોકોના મોત થયા છે.

આ સાથે દેશમાં કુલ કેસની સંખ્‍યા ૨૬૯૪૮૮૭૪ થયા છે. દેશમાં કુલ મૃત્‍યુઆંક ૩૦૭૨૩૧નો થયો છે.

દેશમાં એકટીવ કેસ પણ ૧૩૩૯૩૪ ઘટયા છે અને કુલ એકટીવ કેસ ૨૫૮૬૭૭૮૨ નોંધાયા છે.

મેડીકલ રીસર્ચ કાઉન્‍સીલના જણાવ્‍યા પ્રમાણે કુલ ૩૩૨૫૯૪૧૭૬ સેમ્‍પલનુ ટેસ્‍ટીંગ કરવામાં આવ્‍યુ છે. જેમા ગઈકાલે ૨૦૫૮૧૧૨નું ટેસ્‍ટીંગ કરવામાં આવ્‍યુ હતું.

મહારાષ્‍ટ્ર, યુપી અને દિલ્‍હી સહિતના રાજ્‍યોમાં રોજ નોંધાતા કેસમાં પણ ઘટાડો નોંધવામાં આવ્‍યો છે.

મહારાષ્‍ટ્ર, કર્ણાટક અને તામીલનાડુ દેશના એ ૧૦ રાજ્‍યોમા સામેલ છે જ્‍યાં કોવિડથી થનારા મોતનો હિસ્‍સો ૭૩.૮૮ ટકાનો છે. દેશમાં રીકવરી રેટ ૮૮ ટકાથી વધુ થયો છે અને કોરોનાથી મૃત્‍યુનો દર ૧.૧૩ ટકા છે.

(10:46 am IST)