Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

પીએમ નિવાસે યોજાયેલી બેઠકમાં નામ અંગે મંથન

નવા CBI ડીરેકટર કોણ હશે ? ૩ નામ શોર્ટલીસ્ટ !

નવી દિલ્હી,તા.૨૫: CBIના નવા ડિરેકટરના નામ પર ચર્ચા શરૂ થઈ છે. સોમવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નવા ડિરેકટર માટે ત્રણ નામ સૂચિબદ્ઘ  કરવામાં આવ્યા છે.  પેનલમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણા અને લોકસભાના વિપક્ષી નેતા અધિર રંજન ચૌધરીનો સમાવેશ થાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર CBIના ડિરેકટરની પસંદગીમાં સૌચીબદ્ઘ નામોમાં  ઉત્ત્।ર પ્રદેશના ડીજીપી એચસી અવસ્થી, એસએસબી ડીજી કુમાર રાજેશચંદ્ર અને ગૃહ મંત્રાલયના વિશેષ સચિવ વી.એસ.કે. કૌમુદી નો સમાવેશ થાય છે. આ પોસ્ટ ફેબ્રુઆરીથી ખાલી છે. હાલમાં એડિશનલ ડિરેકટર પ્રવીણ સિન્હા ૩ ફેબ્રુઆરીથી CBIના વચગાળાના વડા છે. આ પદ માટે ૧૯૮૫ બેચના આઈપીએસ અધિકારી સુબોધકુમાર જયસ્વાલના નામની પણ ચર્ચા થઈ હતી.

દાવેદાર ૧- હિતેશચંદ્ર અવસ્થી : હાલમાં ઉત્ત્।ર પ્રદેશના ડીજીપી. ૧૯૮૫ બેચના આઈપીએસ અધિકારી હિતેશચંદ્ર અવસ્થીને એક વર્ષ પહેલા આ જવાબદારી સોંપવામાં આવી હતી. તેમને સીબીઆઈમાં કામ કરવાનો પણ અનુભવ છે. ૨૦૦૫ થી ૨૦૦૮ સુધી, તેમણે નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી) માં ડીઆઈજી અને નાયબ નિયામક તરીકે સેવા આપી હતી. વર્ષ ૨૦૦૮ થી ૨૦૧૩ સુધી તે ઘ્ગ્ત્જ્રાક્નત્ન આઈજી અને જોઇન્ટ ડાયરેકટર હતા. યુપીના ગૃહ વિભાગમાં બે વાર વિશેષ સચિવ તરીકે પણ કાર્યભાર સાંભળી ચુકયા છે.

દાવેદાર  ૨ – આર.કે.ચંદ્ર : આઈપીએસ અધિકારી કુમાર રાજેશચંદ્ર સશસ્ત્ર સીમા બળ (એસએસબી) ના ડીજી છે. આ અર્ધલશ્કરી દળ નેપાળ અને ભૂટાનની ભારતીય સરહદોનું રક્ષણ કરે છે. બિહાર કેડરના ૧૯૮૫ બેચના આઈપીએસ અધિકારી ચંદ્ર, દિલ્હીમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરો (બીસીએએસ) ના ડિરેકટર રહ્યા છે. દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી ઇકોનોમિકસમાં પોસ્ટ ગ્રેજયુએટ એવા  ચંદ્ર ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ ના   રોજ નિવૃત્ત્। થશે. ચંદ્રએ વડા પ્રધાન, ભૂતપૂર્વ વડા પ્રધાનો અને તેમના પરિવારોના રક્ષણ માટે વિશેષ સુરક્ષા જૂથ (એસપીજી) માં પણ કામ કર્યું છે.

દાવેદાર  ૩ – વી.એસ.કે. કૌમુદી : વી.એસ.કે. કૌમુદી ગૃહ મંત્રાલયમાં વિશેષ સચિવ (આંતરિક સુરક્ષા) છે. કૌમુદી એ આંધ્રપ્રદેશ કેડરના ૧૯૮૬ બેચના આઈપીએસ અધિકારી છે. તે પોલીસ સંશોધન અને વિકાસ બ્યુરોના ડિરેકટર રહી ચૂકયા છે. તે ૩૦ નવેમ્બર ૨૦૨૨ ના રોજ નિવૃત્ત્। થશે.

(10:26 am IST)