Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

પેટ્રોલ-ડિઝલમાં ભાવવધારા મામલે સરકાર 'આંધળી -બ્હેરી' થઇ ગઇ : પ્રજામાં ભભૂકતો રોષ

કેન્દ્ર-રાજય સરકારને ઇંધણની તગડી કમાણી પણ પ્રજાને રાહત નહિ : પેટ્રોલ-ડીઝલની પડતર પર અનેક પ્રકારના વેરા : રાહતની માંગ

નવી દિલ્હી,તા. ૨૫: એક તરફ કોરોનાના કારણે ધંધા-રોજગારને વિપરીત અસર થવા પામી છે ત્યારે બીજી તરફ પેટ્રોલનો ભાવ લિટરે ૯૦ રૂપિયા સુધી પહોંચી જતા નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ સંજોગોમાં પેટ્રોલ-ડીઝલ ઉપર લેવાતા વેરા હાલના સમયમાં લોકો માટે અન્યાકર્તા હોવાની બૂમ સાથે રાહત આપવાની માંગ ઉઠવા પામી છે.

એક ગ્રાહક તરીકે સામાન્ય વાહન ચાલકોની લાગણીને ધ્યાનમાં લઇને ગ્રાહક સંગઠનો દ્વારા દિલ્હીમાં વડાપ્રધાન કાર્યાલય સુધી આ મુદે લેખિત રજૂઆત કરા ઇછે. જેમાં જણાવાયું છે કે, કેન્દ્રીય એકસાઇઝ ડ્યુટી પેટ્રોલ ઉપર ૨૦૧૪ના વર્ષમાં ૯.૪૮ રૂપિયા હતી તે આજે વધીને ૨૦૨૧માં ૩૨.૯૦ રૂપિયા સુધી પહોંચી છે. તેની સામે ૨૦૧૪માં બ્રેન્ટ ક્રૂડનો ઓતરરાષ્ટ્રીય ભાવ ૧૦૬.૭૫ ડોલર પ્રાત બેરલ હતો જે મે-૨૦૨૧માં ૮૮.૧૮ ડોલર છે. રાષ્ટ્રીય કન્ઝયુમર પ્રોટેકશન એજન્સી કરાયેલી લેખિત રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે, ૨૦૧૪-૧૫માં કેન્દ્ર સરકારને પેટ્રેલ-ડિઝલ-પેટ્રોલિયમ પ્રોડકટ ઉપરની એકસાઇઝ ડ્યુટીની આવક ૯૦ હજાર કરોડ રૂપિયાની હતી તે ૨૦૨૦-૨૧માં વધીને ૨,૩૯,૫૯૯ કરોડ રૂપિયાની થઇ છે. જો રાજયોની વેટ ટેકસની સંયુકત આવક ગણવામાં આવે તો તે પાંચ લાખ કરોડ રૂપિયા કરતા પણ વધુ થવા જાય છે.

રાજય અને કેન્દ્ર સરકારોને પેટ્રોલ-ડીઝલ ઉપર સતત જંગી આવક મળી રહી છે. કઝયુમર એજન્સીના ચેરમેન જશવંતસિંહ વાઘેલાના કહેવા મુજબ હાલ મહામારીની સ્થિતિ છે અને કેન્દ્ર તથા રાજયને માતબર આવક મળી રહીછે ત્યારે પેટ્રોલ-ડીઝલનો ભાવ ઘટાડીને લોકોને રાહત આપવાની તાતી જરૂર છે. એકતરક પેટ્રોલ-ડીઝલની રોજની કિમત નક્કી કરવાનો અધિકાર ઓઇલ કંપનીઓને આપી દીધો છે, જેનો ઓછી કિંમતનો ભાવ તો ગ્રાહકોને મળતો નથી. ચૂંટણી દરમિયાન ફકત ભાવ વધારો ન કરાય તેનો લાભ મળે છે. હજુ પણ ક્રૂડના ભાવ એટલા વધુ નહીં હોવાથી સરકાર રાહત આપી શકે તેવી સ્થિતિમાં છે. તો નાગરિકોની આર્થિક સ્થિતિને ધનમાં રાખીને ભાવમાં ઘટાડો કરવામાં આવે તે જરૂરી છે. ગુજરાત સરકાર પંપ ડીલરોને વેચાણ ઉપર મળતા કમિશન રકમ ઉપર પણ વેટ ગ્રાહકો પાસેથી લે છે તે પધતિ પણ ગ્રાહકો પર વધારાના બોજ સમાન હોવાથી તેને પણ બંધ કરવાની જરૂર છે. અનેક રાજ્ય ગ્રાહકો પર આવો બોજ નાખતા નથી.

(10:22 am IST)