Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

રોજ માસ્ક બદલવું જોઇએ : એકનું એક પહેરવાથી પણ વધે છે ફંગલ ઇન્ફેકશન

એકનું એક માસ્ક લાંબા સમય સુધી પહેરી રાખવાથી આ બીમારીનો ફેલાવો વધે છે

નવી દિલ્હી,તા. ૨૫: કોરોના બાદ હવે મ્યુકરમાઈકોસિસે પોતાનો કહેર ફેલાવ્યો છે.  આ બીમારી પણ પોતાનું ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. જેને લઈને તબીબો પણ ચિંતામાં મુકાયા છે. જોકે, હવે મ્યુકોરમાઈકોસિસનો કોઈપણ પ્રકારનો ચેપ દેખાયા વગર આ ચેપ સીધો મગજમાં પ્રસરેલો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.  આ મહામારી અટકાવવા માટે ખાસ કરીને એકનું એક માસ્ક લાંબા સમય સુધી પહેરી રાખવાથી આ બીમારીનો ફેલાવો વધે છે. જેથી આ બીમારી સામે લડવા માટે તબીબો દ્વારા એકનું એક માસ્ક લાંબા સમય સુધી ન પહેરી રાખવા માટે પણ કહેવામાં આવ્યું છે.

સુરત સીમ્સ હોસ્પિટલના ન્યૂરોસર્જન, મૌલિક પટેલનાં જણાવ્યાં પ્રમાણે, લોકોએ ખાસ તકેદારી રાખવી કે, એકનું એક માસ્ક ચાર પાંચ દિવસ સુધીવાપરવું નહીં. રોજ માસ્ક બદલવું જોઇએ. હાલની પરિસ્થિતિને જોતા લાગી રહ્યું છે કે, એકનું એક માસ્ક પહેરી રાખવાથી ફંગલ ઇન્ફેકશન વધી શકે છે. આ સાથે ડાયાબિટિસનાં દર્દીઓએ ખાસ ધ્યાન રાખવું કે તેમનું લેવલ વધી ન જાય.

કોરોનાથી તો દેશ લડી જ રહ્યો છે અને એ પણ પુરેપુરો ખત્મ થયો નથી ત્યાં તો બીજી બીમારી આવીને ઉભી રહી છે અને પોતાનો કહેર બતાવવાનું શરુ કરી દીધું છે. આ બીમારી છે મ્યુકોરમાઈકોસિસ. કોરોનાથી સજા થયા બાદ લોકોમાં આ બીમારીનો ફેલાવો વધી રહ્યો છે. આ બીમારી પણ હવે પોતાનું ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. જેથી સુરતના તબીબોએ આ બીમારી સામે સાવચેતી રાખવા માટે લોકોને એકનું એક માસ્ક લાંબા સમય સુધી ન પહેરી રાખવા માટે પણ આહ્વાન કરાયું છે. કારણ કે એકનું એક માસ્ક લાંબા સમય સુધી પહેરી રાખવાથી આ બીમારીનો ફેલાવો વધી રહ્યો છે.  હવે આ બીમારીમાં કોઈ પણ પ્રકારનો ચેપ દેખાયા વગર આ ચેપ સીધો મગજમાં પ્રસરેલો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જે તબીબો માટે ચિંતાનું કારણ બની ગયું છે.

ન્યૂરોસર્જન ડો. હિતેશ ચિત્રોડાએ જણાવ્યું હતું કે, આ યુવકની સફળ સર્જરી થઈ હતી. આઈસીયુમાં રાખ્યા બાદ તેની તબિયતમાં સુધારો જણાયો હતો. બીજી બાજુ સર્જરી બાદ બાયોપ્સી લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલાઈ હતી. દરમિયાન ઓપરેશનના ત્રણ-ચાર દિવસ બાદ તેને હૃદયની તકલીફ થઈ હતી અને હૃદયની ક્ષમતા ધીમી પડતા તેનું મોત નીપજયું હતું. ત્યારબાદ આવેલો તેનો બાયોપ્સીનો રિપોર્ટ જોઈ તબીબી ટીમ ચોંકી ઊઠી હતી. આ યુવકના મગજમાં મ્યુકોરમાઈકોસિસનો ચેપ ફેલાયો હોવાનું રિપોર્ટમાં સામે આવતા ખળભળાટ મચી ગયો.

ડો.ચિત્રોડાએ વધુમાં કહ્યું હતું કે, કોરોના થયા બાદ સાયનસ કે આંખમાં મ્યુકોરમાઈકોસિસ નો ચેપ નહીં હોય તેવો આ પ્રથમ કેસ કહી શકાય. કારણ કે, અત્યાર સુધીમાં આ પ્રકારનો કેસ કોઈ આર્ટિકલ કે મેડિકલ જનરલમાં દેખાયો નથી કે સાંભળવા મળ્યું નથી. જોકે હવે તો માસ્ક નહી પહેરો તો થશે કોરોના એકનું એક માસ્ક લાંબા સમય સુધી પહેરી રાખવાથી થશે મ્યુકોરમાઈકોસિસ ત્યારે લોકો આ વાતને લઈને ચિંતામાં મુકાયા છે.

(10:22 am IST)