Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

ખાતેદારોની ફરિયાદોને ઉકેલવામાં 'બેન્કિંગ ઓમ્બડુસમાન' નિષ્ફળ

વજુદવાળી ૧,૭૩,૯૫૮ ફરિયાદમાંથી માત્ર ૬૮ ફરિયાદમાં જ ખાતેદારોને ન્યાય આપવામાં આવ્યો

નવી દિલ્હી, તા.૨૫: બેન્કના ખાતેદારોની ફરિયાદનો ઉકેલ લાવવા માટે ખાસ નિયુકત કરવામાં આવેલા બેન્કિંગ ઓમ્બ્ડુસમાન ખાતેદારોની ફરિયાદનો ઉકેલ લાવવામાં સદંતર નિષ્ફળ નીવડયું છે. પરિણામે રિઝર્વ બઙ્ખન્ક માટે પણ માથે પડેલું ડિપાર્ટમન્ટ સાબિત થઈ રહ્યું છે.

બેન્કિંગ ઓમ્બ્ડુસમાનના અધિકારીઓ ખાતેદારોના હિતની સાથે સમાધાન કરીને પણ બેન્કને સાચવી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે અને રિઝર્વ બેન્કના વાર્ષિક અહેવાલમાં બેન્કિંગ ઓમ્બ્ડુસમાનની કામગીરી અંગેના અહેવાલમાં તેને સમર્થન પણ મળી રહ્યું છે.

ભારતમાં આઠ બેન્કિંગ ઓમ્બ્ડુસમાનની ઓફિસમાં ગ્રાહકોની એક પણ ફરિયાદનો ચૂકાદો આપવામાં આવ્યો નથી. તેમાં અમદાવાદ અને મુંબઈ ઓમ્બ્ડુસમાનની ઓફિસનો સમાવેશ થાય છે. બઙ્ખન્કિંગ ઓમ્બ્ડુસમાનને ખાતેદારોની ફરિયાદ મળતી હોવા છતાંય તે અંગે તેમની સમજણ વ્યવસ્થિત ન હોવાથી ખાતેદારોને ન્યાય મળતો નથી.

રિઝર્વ બેન્કે ૩૦મી જૂન ૨૦૨૦ સુધીની સ્થિતિ અંગે જાહેર કરેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વાસ્તવમાં ટકી શકે તેવી ૧,૭૩,૯૫૮ ફરિયાદ બેન્કિંગ ઓમ્બ્ડુસમાનને મળી હતી. તેમાંથી માત્ર ૬૮ ફરિયાદમાં જ ખાતેદારોને ન્યાય આપવામાં આવ્યો છે. આમ માત્ર ૦.૦૪ ટકા ખાતેદારોને જ ન્યાય આપવામાં આવ્યો છે. અંદાજે ૨૦૦૦૦થી વધુ એટલે કે ૧૨.૩૪ ટકા ફરિયાદમાં તેમણે બેન્ક અને ખાતેદાર વચ્ચે સમાધાન કરાવી દીધું હતું.

ભારતમાંની આઠ બઙ્ખન્કિંગ ઓમ્બ્ડુસમાનની ઓફિસમાં તો એક પણ ફરિયાદમાં નિર્ણય આપવામાં આવ્યો જ નથી. તેમણે આપેલા નિર્ણયથી ખાતેદારને સંતોષ ન હોય તો તેમને અપીલમાં જવાની છૂટ પણ આપવામાં આવતી નથી.  બેન્કિંગ ઓમ્બ્ડુસમાન ખાતેદારોને તેમના નિર્ણય સામે આગળ અપીલમાં જવાની કે ફરિયાદ કરવાની તક પણ ન આપતા હોવાનું બહાર આવ્યું છે.

બેન્કિંગ ઓમ્બ્ડુસમાનને કાર્ય કરવા માટે આપવામાં આવેલી માર્ગદર્શિકાને સુસંગત હોય તેવી ફરિયાદને વજુદવાળી ફરિયાદ તરીકે જોવામાં આવે છે. એક ખાતેદાર પાસેથી બેન્કે આવકવેરાના રિટર્નની કોપી માગી હતી, પરંતુ આ કોપી કયા કાયદાની જોગવાઈ હેઠળ માગવામાં આવે છે તે બાબતનો બેન્કે જવાબ આપ્યો નહોતી. આ અંગેની ફરિયાદનો નિકાલ લાવવામાં બેન્કિંગ ઓમ્બ્ડુસમાને બહુ રસ લીધો જ નહોતી.

(10:20 am IST)