Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

પહેલી જૂનથી બાળકો પર તેની કોવિડ -19 રસી કોવેક્સિન ટ્રાયલ શરૂ કરી શકે ભારત બાયોટેક

ભારતના બાયોટેકને બાળકોની રસી માટે ટ્રાયલની અનુમતિ મળી: બે થી 18 વર્ષની વયના બાળકો પર ટ્રાયલ કરાશે

નવી દિલ્હી : ભારત બાયોટેક જૂનથી બાળકો પર તેની કોવિડ -19 રસી કોવેક્સિન ટ્રાયલ શરૂ કરી શકે છે. કંપનીના વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી છે  ભારત બાયોટેકના ‘બિઝનેસ ડેવલપમેન્ટ એન્ડ ઇન્ટરનેશનલ એડવોકેસી’ના વડા, રિચસ એલ્લાએ ફિક્કી મહિલા સંગઠન ના સભ્યો સાથે ડિજિટલ માધ્યમની વાતચીતમાં જણાવ્યું હતું કે કોઈ પણ રસી 100 ટકા સુરક્ષા આપી શકતી નથી.

તેમણે વધુમાં કહ્યું હતું કે રસીના પ્રભાવને 100 ટકા વધારવા માટે કોવિડ-19 ના બચાવના નિયમોનું પાલન કરવો પડશે. ભારતના બાયોટેકને બાળકોની રસી માટે ટ્રાયલની અનુમતિ મળી ગઇ છે. પહેલી જૂનથી શરૂ કરવામાં આવશે. રવિવારે એફએલઓ દ્વારા જારી કરવામાં આવેલી એક અખબારી યાદીમાં એલ્લાએ જણાવ્યું હતું કે બે થી 18 વર્ષની વયના બાળકો પર પ્રયાસ કરવામાં આવશે, જેના માટે ભારત બાયોટેકને આ વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં લાઇસન્સ મળી શકે છે. તેમણે કહ્યું કે રસીની કેટલીક સામાન્ય આડઅસરો છે અને આને લીધે, રસી અપાય તો ડરવું જોઈએ નહીં.

(12:46 am IST)