Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

કોંગોમાં જ્વાળામુખી ફાટ્યો :15 લોકોના મોત :ભારતીય સેનાની ટુકડી બચાવ કાર્યમાં જોડાઈ

નીરાગાંગો નામનો 19 વર્ષથી નિષ્ક્રિય રહેલો જ્વાળામુખી અચાનક જ સક્રિય થઈને જ્વાળા અને લાવા ઓકવા માંડતાં આખું આકાશ લાલ રંગે રંગાયું : લોકો ભયભીત થઈ પાડોશી દેશ રવાંડામાં પલાયન કરવા મજબૂર

નવી દિલ્હી : આફ્રિકાના કોંગો પ્રાંતમાં આવેલ ગોમા શહેરમાં નીરાગાંગો નામનો 19 વર્ષથી નિષ્ક્રિય રહેલો જ્વાળામુખી અચાનક જ સક્રિય થઈને જ્વાળા અને લાવા ઓકવા માંડતાં આખું આકાશ લાલ રંગે રંગાઈ ગયું છે અને 10 કિલોમીટરના ક્ષેત્ર સુધી રાખ ફેલાઈ ગઈ છે. આ રાખ હાઈવે ઉપર તથા લોકોના ઘરોમાં પહોંચી જવાથી લોકો ભયભીત થઈ પાડોશી દેશ રવાંડામાં પલાયન કરવા મજબૂર થયા છે.

હમણા સુધીમાં આશરે 4000 લોકો સીમા પાર કરીને રવાંડામાં આશ્રય મેળવી ચૂક્યા છે અને આ કપરા સમયમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન અંતર્ગત ભારતીય સેનાએ હજારો લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં પોતાની ફરજ બજાવી છે.

(12:41 am IST)