Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

મહારાષ્ટ્રમાં એકઝાટકે લોકડાઉન દૂર કરવાને બદલે એક જૂનથી ચાર તબક્કામાં અનલોકની પ્રક્રિયા શરૂ

ચોથા તબક્કા પહેલા મુંબઇની લોકલ ટ્રેન શરૂ થાય તેવી કોઈ સંભાવના નથી.

મુંબઈ : મહારાષ્ટ્રમાં એક ઝટકે લોકડાઉન દૂર કરવાને બદલે, ચાર તબક્કામાં અનલોક કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકારએ અનલોકની ગાઈડલાઇન્સ બનાવાનું કામ ચાલુ કરી દિધુ છે, જેની સત્તાવાર જાહેરાત જલ્દી કરવામાં આવશે. પણ અહીં એક વાત નક્કી છે કે ચોથા તબક્કા પહેલા મુંબઇની લાઇફ લાઈન એટલે કે લોકલ ટ્રેન શરૂ થાય તેવી કોઈ સંભાવના નથી.

રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થવાને કારણે હવે સરકાર અનલોકની પ્રક્રીયા શરુ કરવા પર કામ કરી રહી છે. પરંતુ પહેલાના અનુભવને ધ્યાનમાં રાખીને, એક વાત ચોક્કસ છે કે ઠાકરે સરકાર આ વખતે કોઈ ઉતાવળ નહીં કરે. આ જ કારણ છે કે રાજ્યમાં લોકડાઉન એક સ્ટ્રોકમાં દૂર કરવાને બદલે ચાર તબક્કામાં દૂર કરવામાં આવે તેવી અપેક્ષા છે.

આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેના જણાવ્યા પ્રમાણે ઠાકરે સરકાર 1 જૂનથી લોકડાઉન હટાવવાની શરૂઆત કરશે. પ્રથમ અને બીજા તબક્કામાં દુકાનો ખોલવામાં આવશે.

છેલ્લા કેટલાક દિવસોથી દુકાનો બંધ હોવાને કારણે રાજ્યના વેપારીઓને ભારે હાલાકી વેઠવી પડી છે. આને કારણે પ્રથમ અને બીજા તબક્કામાં રાજ્ય સરકાર પહેલા દુકાનો શરૂ કરવાનું કામ કરશે.

ત્રીજા તબક્કામાં હોટલ, રેસ્ટોરન્ટ્સ, બાર અને દારૂની દુકાનો શરૂ કરી શકાય છે. આ પછી, ચોથા તબક્કામાં સામાન્ય લોકો માટે લોકલ ટ્રેન અને ધાર્મિક સ્થળો શરૂ કરી શકાય છે. એટલે કે, 15 જૂન સુધીમાં, લોકો માટે લોકલ ટ્રેન સેવા શરૂ થવાની કોઈ સંભાવના નથી.

(12:00 am IST)