Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

PMO સુત્રોમાંથી જાણવા મળતા અહેવાલ મુજબ કેન્દ્ર સરકારે સીબીઆઈના આગામી ડિરેક્ટર તરીકે 3 અધિકારીઓ સર્વે શ્રી આર.કે. ચંદ્રા, શ્રી એચ.સી. અવસ્થી અને શ્રી કૌમુદી ને શોર્ટલિસ્ટ કર્યા

નવી દિલ્હી : પીએમઓ વર્તુળને ટાંકીને ન્યુઝફર્સ્ટનો અહેવાલ જણાવે છે કે કેન્દ્ર સરકારે નવા સીબીઆઈ વડાની પસંદગી માટે ત્રણ ઓફિસરોના નામ શોર્ટ લિસ્ટ કર્યા છે.

દેશના નવા સીબીઆઈ ડાયરેક્ટર તરીકે આર.કે. ચંદ્રા, એચ. સી. અવસ્થી અને કૌમુદીના નામોમાંથી કોઈ એક નામ પસંદ થાય તેવી પૂરી સંભાવના છે. આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, દેશના ચીફ જસ્ટિસશ્રી અને વિરોધ પક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ સીબીઆઈના નવા સુપ્રીમોનું નામ નક્કી કરવા માટે મોડી સાંજે મીટીંગ યોજી હતી, તેમાં ઉપરના ત્રણ નામો શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યાનું જાણવા મળે છે. હાલમાં સીબીઆઈના ઇન્ચાર્જ ડાયરેક્ટર તરીકેનો પદભાર શ્રી પ્રવીણ સિંહા સંભાળી રહ્યા છે.

(12:00 am IST)