Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

અમેરિકામાં પોલીસ દમનથી માર્યા ગયેલા અશ્વેત યુવાન જ્યોર્જ ફ્લોઇડની પુણ્યતિથિ નિમિતે રેલીનું આયોજન કરાયું : જ્યોર્જ ફ્લોઇડ મેમોરિયલ ફાઉન્ડેશનના ઉપક્રમે ગઈકાલ રવિવારે આયોજિત રેલીમાં મૃતકના પરિવારના સભ્યો સહીત વિશાળ સંખ્યામાં નાગરિકો જોડાયા

 
મિનીએપોલિસ (યુ.એસ.) : અમેરિકામાં પોલીસ દમનથી  માર્યા ગયેલા અશ્વેત યુવાન  જ્યોર્જ ફ્લોઇડની પુણ્યતિથિ નિમિતે રેલીનું આયોજન કરાયું હતું.  જ્યોર્જ ફ્લોઇડ મેમોરિયલ ફાઉન્ડેશનના ઉપક્રમે ગઈકાલ રવિવારે આયોજિત રેલીમાં મૃતકના પરિવારના સભ્યો સહીત  વિશાળ સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. ફ્લોયડના પરિવારે અશ્વેત સમુદાયો સામેના વંશીય ભેદભાવ  સામે અવાજ ઉઠાવ્યો હતો .
 
ઉલ્લેખનીય છે કે આવતીકાલ મંગળવારે ફ્લોઇડના મૃત્યુને એક વર્ષ પૂર્ણ થશે. મિનીએપોલિસના પૂર્વ પોલીસ અધિકારી ડેરેક ચૌવિને ફ્લોઇડના ગળા ઉપર  પગ મૂકી ગળું દબાવ્યું હતું. જેથી દમ ઘૂંટાવાના કારણે જ્યોર્જનું મોત થયું હતું. તેવું એન ટી.દ્વારા જાણવા મળે છે.

(1:32 pm IST)