Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

નરેન્દ્રભાઇ હવે છ મોટી જાહેરાતો કરવાની તૈયારીમાં

ખેડૂતોને પેન્સન-વાર્ષિક સહાય-નાના દુકાનદારોને પેન્સન-જીએસટીમાં રાહત

નવીદિલ્હી, તા.૨૫: લોકસભા ચૂંટણીના પરિણામ પરથી સ્પષ્ટ થઇ ગયું છે કે નરેન્દ્ર મોદી ફરી એક વખત દિલ્હીની ગાદી સંભાળવા જઇ રહ્યા છે. મોદી સરકાર આગામી કેટલાક દિવસોમાં પોતાના બીજા કાર્યકાળનું પહેલું પૂર્ણ બજેટ રજૂ કરશે. આ બજેટમાં અથવા તે પહેલા સરકાર તરફથી દ્યણા મોટા એલાન કરવામાં આવી શકે છે.

ખેડૂતોને પેન્શન

ચૂંટણી પહેલા ભાજપે સંકલ્પ પત્રમાં ૬૦ વર્ષથી મોટી ઉંમરવાળા નાના અને સીમાંત ખેડૂતોને સામાજિક સુરક્ષા અંતર્ગત પેન્શન આપવાનો નિર્ણય કર્યો છે.. આ યોજનાનું પૂર્ણ બજેટમાં એલાન થવાની સંભાવના છે.. જો કે પેન્શન સ્કીમનો ફાયદો માત્રઙ્ગ નાના અને સીમાંત ખેડૂતોને આપવામાં આવશે.

ખેડૂતોને રૂ.૬ હજારની વાર્ષીક સહાય

ચાલુ વર્ષે વચગાળાના બજેટમાં મોદી સરકારે વડાપ્રધાન ખેડૂત સન્માન નિધિ યોજના શરૂ કરી હતી.. જે અંતર્ગત બે હેકટર સુધીની જમીન ધરાવતા ખેડૂતોને દર વર્ષે ૬ હજાર રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવી રહી છે.. ત્યારે ભાજપે વાયદો કર્યો હતો કે ફરીથી મોદી સરકાર રચાશે તો તમામ નાના-મોટા ખેડૂતોને આ મદદ આપવામાં આવશે.. મોદી સરકાર પોતાના પૂર્ણ બજેટમાં આ અંગે નિર્ણય લઇ શકે છે.

નાના દુકાનદારોને પેન્શન

મોદી સરકાર પોતાના બીજા કાર્યકાળના પૂર્ણ બજેટમાં નાના દુકાનદારોને વડાપ્રધાન શ્રમ યોગી માનધન યોજનામાં સામેલ કરી શકે છે.. આ યોજના અંતર્ગત નાના દુકાનદારો માટે પણ પેન્શનની વ્યવસ્થા કરાશે.. ભાજપે પોતાના સંકલ્પ પત્રમાં આ વાયદો આપ્યો હતો.

જીએસટી સ્લેબમાં રાહત

તે વાતની સંભાવના પણ છે કે મોદી સરકાર પોતાના પૂર્ણ બજેટ પહેલા જીએસટીને લઇને કેટલાક મહત્વના નિર્ણય લઇ શકે છે.. જેમાં જીએસટી સ્લેબમાં ફેરબદલ કરવાનું પણ એલાન સંભવ છે.. અગાઉ સરકારે ૦, ૫ અને સ્ટાન્ડર્ડ રેટ ટેકસ સ્લેબના સંકેત આપ્યા હતા.

ઋણ માફી યોજના

મોદી સરકાર યુનિવર્સલ ડેબ્ટ રિલિફ સ્કીમને લઇને મોટું એલાન કરી શકે છે. આ યોજનાનો હેતુ નાના ખેડૂતો, કારીગર અને કારોબારીઓ અને અન્ય સેકટરમાં ઓછી આવકવાળા લોકોને ઋણ માફીનો ફાયદો આપી શકે છે.

(3:14 pm IST)