Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠકો પર ભાજપે કઇ રીતે મેળવી સફળતા

દેશમાં ૨૯ લોકસભા બેઠકો એવી છે જેમાં મુસ્લિમ મતદાતાની વસતિ ૪૦ ટકાથી વધુ છે. ભાજપે આ બેઠકો પર નોંધપાત્ર પ્રદર્શન કરતા ૫ બેઠકો જીતી છે.

નવીદિલ્હી, તા.૨૫: લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે અને દેશમાં ફરી પ્રચંડ બહુમતી સાથે મોદી સરકાર બનવા જઈ રહી છે. જોકે, એનડીએ અને ભાજપના વિજયની સૌથી રસપ્રદ બાબત એ છે કે તેમણે બિહાર, પશ્યિમ બંગાળ, અને ઓડિશા જેવા રાજયોમાં પણ મોટો જનાદેસ મેળવ્યો છે. આ સફળતાનું મૂલ્યાંકન કરતા જાણવા મળે છે કે મુસ્લિમ વસતિ અને મુસ્લિમ મતદારોની બહુમતી ધરાવતી બેઠકોમાં પણ ભાજપના વિજય થયો છે.

વર્ષ ૨૦૧૧ની વસતિ ગણતરી મુજબ દેશની ૫૪૩ લોકસભા બેઠકો પર ૨૯ બેઠકો એવી છે કે જયાં ૪૦ ટકા મુસ્લિમ આબાદી છે. આ ૨૯ લોકસભા બેઠકોમાંથી ૨૭ બેઠકો પૈકીની ૨૭ બેઠકો જમ્મુ-કાશ્મીર, આસામ, કેરળ અને પશ્યિમ બંગાળમાં છે જયારે બે બેઠકો લક્ષ્યદ્વીપ અને તેલંગાણા હૈદરાબાદની છે. એ વાત સત્ય છે કે દેશની આઝાદી પછી લોકસભામાં મુસ્લિમ સાંસદોની સંખ્યા સતત દ્યટી રહી છે. આ સ્થિતિમાં એક રસપ્રદ બાબત એ પણ છે કે સંસદના ૫૦ ટકાથી વધુ મુસ્લિમ સાંસદો આ ૨૯ બેઠકોમાંથી ચૂંટાઈ આવે છે.

(3:13 pm IST)