Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

ઓડિટ રિપોર્ટ મોડા ફાઇલ કરનારા ટ્રસ્ટોને પણ આવક માફીના લાભ

રિપોર્ટ ડ્યુ ડેટમાં તૈયાર થઇ સીએની સહી સાથે હશે તોઃ પાછલા બે વર્ષના રિપોર્ટ માટે રાહતનો CBDTનો નિર્ણય

મુંબઇ, તા.૨૫: સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ (CBDT)એ, ચેરીટેબલ ટ્રસ્ટોને છેલ્લાં બે વર્ષ દરમિયાન ઓડીટ રીપોર્ટ ફાઈલ કરવામાં વિલંબ કર્યો હોય તેમાં આવકની મુકિતના લાભ આપવાનું નક્કી કર્યું છે. આ હેતુસરઈઇઉઝએ સરકયુલર કર્યો છે. આમ, ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮ના આકારણી વર્ષ દરમિયાન ઓડીટ રીપોર્ટ મોડાં ફાઈલ કર્યા હશે તેવા ચેરીટેબલ ટ્રસ્ટો- સંસ્થાઓને આવકની માફીના લાભ મળશે. જોકે, આવા ટ્રસ્ટોના ઓડીટ રીપોર્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સહી હોવી જોઈએ અને નીર્ધારીત તારીખ-મર્યાદામાં કરેલા હોવા જોઈએ.

ચેરીટેબલ ટ્રસ્ટોને આવકવેરાની કલમ હેઠળ મળતી આવક પર મુકિત- માફી મળે છે. આ હેતુસર ટ્રસ્ટો- સંસ્થાઓ રજિસ્ટર્ડ હોવી જોઈએ, તેની પ્રવૃત્ત્િ।, આવકની વિગતો, પાન નંબર, સરનામું, ટ્રસ્ટીઓના 'પાન'સહિતની તમામ વિગતો સુપરત કરવાની હોય છે. ચેરીટેબલ ટ્રસ્ટો- સંસ્થાઓએ તેમના હિસાબોનું ઓડીટ કરાવવું ફરજિયાત છે અને નિર્ધારીત તારીખ- ડયુ ડેટ સુધીમાં ઓડીટ રીપોર્ટ સુપરત કરવાના હોય છે. ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮ના નાણાંકીય વર્ષ દરમિયાન કેટલાંક ચેરીટેબલ ટ્રસ્ટો- સંસ્થાઓએ ઓડીટ રીપોર્ટ મોડાં મોકલ્યા હતા. જેના કારણે આ ટ્રસ્ટોને ઉપર્યુકત આકારણી વર્ષ દરમિયાન મેળવેલી આવક પર મુકિત- માફીના લાભ મળ્યા નહોતા. આવા ટ્ર્સ્ટોએ CBDT સમક્ષ એવી રજુઆતો કરી હતી કે, ટેકનીકલ કારણોસર તેમના ઓડીટ રીપોર્ટ અપલોડ થઈ શકયા નહોતા અને તેથી તેમને માફીના લાભ આપવા ડીલે કોન્ડોન કરવા અપીલ કરી હતી. CBDTએ છેલ્લાં બે વર્ષ દરમિયાન ઓડીટ રીપોર્ટ મોડાં ફાઈલ કર્યા હોય તેમને માફી- મુકિતના લાભ આપવા મંજૂરી આપી છે.(૨૨.૩)

(10:36 am IST)