Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

નાસિક-મુંબઇ વચ્‍ચેના સાંઘણ વેલીમાં ભરઉનાળે બપોરે પણ એસી જેવી કુદરતી ઠંડીનો અનુભવ

મુંબઇઃ ધોમધખતા તાપથી બચવા માટે લોકો ઠંડા વિસ્‍તારોમાં ફરવા જાય છે. ત્‍યારે મહારાષ્‍ટ્રના નાસિક-મુંબઇ વચ્‍ચે અહમદનગર જિલ્લામાં ભંડારદાર-વ્હિલસન ડેમ પાસે ઉંચા-ઉંચા પર્વતો વચ્‍ચે આવેલા સાંઘણ વેલી ખીણમાં યુવકો ટ્રેકીંગની મજા માણે છે.

આ વેલી ડવેન્ચરના શોખીનો માટે ખૂબ જ સુંદર સ્‍થળ ે. જ્યારે તેની સામે આજોબા પર્વત અને રતનગઢ આવેલા છે. જ્યાં કુદરતી નજારાનો અદભુત નજારો જોવા મળે છે.

ભોજન માટે સામરદ ગામના લોકો સ્‍વાદિષ્‍ટ ભોજન ચુલા ઉપર બનાવે છે જેનો સ્‍વાદનો આનંદ પણ માણવા જેવો હોય છે.

(5:14 pm IST)