Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

તાંબાના કારખાનાથી લોકો બને છે શ્વાસના રોગી

તામીલનાડુના તુતીકોરીનમાં વેદાંતાની સ્ટરલાઇટ કોપર ફેકટરીનો વિરોધ કારણ વગરનો નથી

નવી દિલ્હી તા. રપ :.. તામીલનાડુના તુતીકોરીનમાં વેદાંતાની સ્ટરલાઇટ કોપર ફેકટરીનો વિરોધ કારણ વગરનો નથી. ર૦૦૮ માં તિરૂનેલવેલી મેડીકલ કોલેજે જાહેર કરેલએક રીપોર્ટમાં આ વિસ્તારનાં લોકોમાં વધી રહેલી શ્વાસની બીમારી માટે સ્ટરલાઇટ કોપરને જવાબદાર ગણવામાં આવ્યું છે.

આ રીપોર્ટ સ્ટરલાઇટ કોપરની આજુબાજુની પ કિ. મી.ની ત્રીજયામાં રહેતા ૮૦ હજાર લોકોનો અને ર ઔદ્યોગીક વિસ્તાર સિવાયના વિસ્તાર અને રાજયની સરેરાશ સ્વાસ્થ્ય પરિસ્થિતીનો અભ્યાસ કરીને તૈયાર કરાયો છે.

રીપોર્ટ પ્રમાણે તુતીકોરીનના કુમારદિયાપુરમ અને થેરકુ વીરપનદ્રીયાપુરમની ધરતીના જળમાં સરકારી નિયમથી ૧૭ થી ર૦ ગણા લોહ તત્વો મળી આવ્યા હતા જે ત્યાંના  રહેવાસીઓમાં પેટના દર્દો અને નબળાઇનું મુખ્ય કારણ છે. સ્ટરલાઇટની આજુબાજુના વિસ્તારોમાં શ્વાસના રોગો રાજયના બીજા વિસ્તારો કરતા ૧૩.૯ ટકા વધારે જોવા મળેલ છે.  જયારે આ રીપોર્ટ બનાવવામાં આવ્યો ત્યારે  સ્ટરલાઇટની ઉત્પાદન ક્ષમતા વર્ષની ૭૦ હજારથી ૧ લાખ ૭૦ હજાર ટન તાંબુ ઉત્પન્ન કરવાની હતી જયારે હાલમાં તે ૩ થી૪ લાખ ટન તાંબુ તૈયાર કરે છે તેના લીધે હાલત વધારે બગડે તેવી સંભાવના છે.

(4:13 pm IST)