Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

શ્રી નરેન્દ્રભાઇએ ૫૪ દેશોની ધરતીને પ્રણામ કર્યા

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતને અપાવ્યું અનેરૂ સ્થાન : અમેરિકાની લીધી પાંચ વખત મુલાકાત : ૨૦૧૮ના વર્ષમાં જ બ્રિકસ, જી-૨૦ અને શાર્ક સમીટમાં પણ ભાગ લેશે : એશિયાના તાકાતવર દેશોની યાદીમાં ભારત અગ્રણી હરોળમાં : ભૂતાનથી શરૂ કરી વિદેશયાત્રાની સફર... અનેક દેશોને જાણે આપ્યો ન્યાય

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી શાસનના ૪ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે ત્યારે એક વાત તો ચોક્કસ છે કે મોદી એ માત્ર ૪ વર્ષમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતને એક અનેરૂ સ્થાન અપાવ્યું છે.

૨૬મી મે ૨૦૧૪ના રોજ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા અને વડાપ્રધાન પદનો કાર્યભાર સંભાળ્યો... એ વાતને જોતજોતામાં ૪ વર્ષ નીકળી ગયા.

આ ૪ વર્ષ દરમિયાન વડાપ્રધાન તરીકે મોદીએ કરેલ કાર્યોમાં જો કોઇ સૌથી વધુ ચર્ચામાં આવ્યું હોય તો એ છે એમની વિદેશયાત્રા...

વિપક્ષ હોય કે પ્રજા ચારેબાજુથી મહેણા ટોણા આવવા લાગ્યા કે મોદી દેશમાં ઓછા અને વિદેશમાં વધુ રહે છે. પ્રજાજનોમાં લાખો રૂપિયાનો ધુમાડો કરે છે પરંતુ આવી ચર્ચા કરતા પહેલા મોદીએ છેલ્લા ૪ વર્ષમાં કરેલ વિદેશયાત્રા પાછળનો હેતુ એનો ઉદ્દેશ્ય અને યાત્રા પછીનું પરિણામ પણ જાણવું જરૂરી છે.

નરેન્દ્ર મોદીએ આપેલા વચનો, વાયદાઓ કે દેશમાં કરેલા કાર્યો માટે કદાચ અસંતોષ હોઇ શકે પરંતુ એક વાત તો ચોક્કસપણે કહી શકાય કે મોદીએ પોતાના આ શાસનકાળ દરમિયાન વિશ્વના અનેક તાકાતવર દેશો સામે પણ નજર ઝુકાવ્યાને બદલે એમની આંખોમાં આંખો નાંખીને કાર્ય કર્યું છે. પછી ભલે તે અમેરિકા હોય કે હોય ચાઇના...

એક સમય એવો હતો જ્યારે અમેરિકા મોદીને વિઝા આપવા તૈયાર નહતું. આ એજ મોદી છે જેણે છેલ્લા ૪ વર્ષમાં પાંચ વખત મુલાકાત લીધી છે. માત્ર મુલાકાત જ નહિ સંસદમાં સ્ટેન્ડીંગ એનિવેશન સાથે ભાષણ તથા રેડ કાર્પેટ સ્વાગત પછી ભલે પ્રેસિડન્ટ બરાક ઓબામા હોય કે હોય ડોનાલ્ડ ટ્રમ્પ... આ તો નરેન્દ્ર મોદી...

નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકેના આ ૪ વર્ષમાં ૩૬ વિદેશયાત્રા દરમિયાન ૫૪ દેશોની મુલાકાત કરી છે.

આ ૫૪ દેશો પૈકી ૩૮ દેશો એવા છે જ્યાં તેમણે એક વખત મુલાકાત કરી છે, ૧૧ દેશ એવા છે જ્યાં તેમણે ત્રણ વખત મુલાકાત કરી છે.

જ્યારે ચાઇના અને જર્મની બે એવા દેશો છે જ્યાં મોદીએ ચાર વખત મુલાકાત કરી છે અને હમણાં જ આપણે ઉપર કહ્યું, અમે માત્ર અમેરિકા એક એવો દેશ છે જ્યાં મોદીએ પાંચ વખત મુલાકાત કરી છે.

વડાપ્રધાન તરીકેની મોદીની આ વિદેશયાત્રાઓને પગલે દેશના કેટલાક પડતર પ્રશ્નોનો નિકાલ આવ્યો છે તો વ્યાપાર અને રોજગારમાં અંતરાયો દુર થઇ એક વેગ મળ્યો છે. અનેક દેશોમાં આયાત અને નિકાસ અંગે નવી તકો ઉભી થઇ છે.

કેટલાય દેશોનું વિદેશી રોકાણ ભારતમાં ખેંચી લાવવામાં પણ મોદી સફળ રહ્યા છે. વૈજ્ઞાનિક પધ્ધતિથી ખેતી તથા ઉત્તમ ટેકનોલોજીની શીખ પણ અન્ય દેશોમાંથી ભારતને મળી છે.

વિશ્વના અનેક એવા દેશો છે કે જ્યાં છેલ્લા ૧૦, ૨૦, ૩૦ કે છેલ્લા ૫૦ વર્ષમાં ભારતના કોઇ વડાપ્રધાન ત્યાં મુલાકાતે જ ગયા નહતા. મોદીએ આવા દેશોની મુલાકાત લઇ અનેરી પહેલ કરી વિશ્વને એક અદકેરૂ ઉદાહરણ આપ્યું છે.

આપણે મોદીની છેલ્લા ૪ વર્ષની વિદેશયાત્રાની ચર્ચા ના કરી માત્ર છેલ્લા એક વર્ષની એટલે કે ૨૬મી મે ૨૦૧૭ થી ૨૬મી મે ૨૦૧૮ કે ૨૦૧૮ના વર્ષ સુધીની વિદેશયાત્રાની એક ઝલક જોઇએ તો..

વડાપ્રધાન મોદીએ આ ચોખા વર્ષ દરમિયાન કરેલ યાત્રામાં ઇંગ્લેન્ડની લીધી મુલાકાત. અહીં વડાપ્રધાન થેરીસા મે સાથે કરી મીટીંગો - ત્યારબાદ જર્મનીમાં ચાન્સલર એન્જીલા મર્કલની મુલાકાત લઇ અનેક ચર્ચાઓ કરી.

આગળ વધીને મોદી ઇઝરાયલ પહોંચ્યા. અહીં વડાપ્રધાન બેન્જામીનને મળી વ્યાપાર ક્ષેત્રે તકો ઉજળી બનાવી. છેલ્લા ૩૦ વર્ષમાં જ્યાં ભારતના કોઇ વડાપ્રધાન ના ગયા હતા તેવા જોર્ડન દેશેો પહોંચ્યા મોદી. અહીં રાજા અમાન જોડે બેઠક યોજી.

કઝાકીસ્તાનની યાત્રા કરી રાષ્ટ્રપતિ નુર સુલતાન નજર બાયેવની મુલાકાત લઇ મંત્રણા આગળ ધપાવી અમેરિકા પહોંચી ડોનાલ્ડ ટ્રમ્પ જોડે મુલાકાત કરી અનેક પ્રશ્ને ચર્ચા કરી સૌને આંજી દીધા. મ્યાનમારની મુલાકાત લઇ વડાપ્રધાન ઓન્ગ શાસુકીને મળ્યા.

વડાપ્રધાન મોદીએ વિદેશયાત્રાની સફર આગળ ધપાવીને ફ્રાંસની મુલાકાત લઇને અહીં સૌથી યુવા રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોનને મળ્યા... તો નેધરલેન્ડના વડાપ્રધાન માર્ક રૂટેને મળ્યા. વિશ્વના ધનિક વ્યકિતઓમાં ટોપની હરોળમાં આવતા ઓમાનના સુલ્તાન કાબોસ સાથે કરી મુલાકાત.

પેલેસીનના રાષ્ટ્રપતિ મોહમદ અબ્બાસને પણ મળ્યા. ફિલીપીન્સના રાષ્ટ્રપતિ રોડી ગોની મુલાકાત લઇ અનેક ચર્ચાઓ યોજી. પોર્ટુગલના વડાપ્રધાન એન્ટોનીયા કોસ્ટા સાથે કરી મુલાકાત.

અન્ય દેશો તો ઠીક છે પરંતુ વડાપ્રધાન તરીકે મોદીને ઇંગ્લેન્ડમાં મળેલું સન્માન માત્ર પ્રશંસાને પાત્ર જ નહિ ગર્વ સમાન કહી શકાય...!

જે દેશની વર્ષો સુધી આપણે ગુલામી કરીએ દેશમાં જ આપણા વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરાયું. માત્ર સ્વાગત જ નહિ ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથે વડાપ્રધાન મોદીના માનમાં એક ભવ્ય લંચનું પણ આયોજન કર્યું. ખરેખર આ ક્ષણ ગૌરવરૂપ જ ગણી શકાય.

છેલ્લા ૩૫ વર્ષના ભારતના કોઇ વડાપ્રધાને મુલાકાત નહોતી કરી તેવા સ્વીડન દેશમાં પહોંચ્યા. મોદી અહીં વડાપ્રધાન સ્ટીફન જોડે મુલાકાત યોજી ત્યારબાદ વડાપ્રધાને સ્વીઝરલેન્ડની મુલાકાત લઇ અહીંના રાષ્ટ્રપતિને મળી અનેક વિષય ઉપર ચર્ચાઓ યોજી.

ત્યારબાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ યુએસની મુલાકાત લઇ વડાપ્રધાન મહમદ બિનરાશીદને મળી વ્યાપાર રોજગાર ક્ષેત્રે નવી તકો ઉભી કરતા ચર્ચામાં રહ્યા.

આગળ વધીને વડાપ્રધાન મોદીએ ચાઇનાની મુલાકાત કરી રાષ્ટ્રપતિ સી જીનીંગને મળી અનેક ચર્ચાઓ યોજી વિશ્વના અનેક દેશોના નેતાઓને અચંબામાં મુકી દીધા. કે છેલ્લા કેટલાક સમયથી ચાલતો ડોકલામ વિવાદ અને આડકતરી રીતે પાકિસ્તાનને કરાતી મદદ વચ્ચે પણ મોદીએ જાણે જડબાતોડ જવાબ આપી એમના જ ઘરમાં સી જીનપીંગને મળી મુકતપણે ચર્ચા કરી. અમેરિકા સહિતના દેશોને આશ્ચર્યમાં મુકી દીધા. ભારતની સરહદે આવેલ અને આપણા માટે અતિ નિકટના પાડોશી દેશ એવા નેપાળની ફરી એકવાર હાલમાં જ મુલાકાત લઇ વિશ્વને ભારતના ભાઇચારાની પ્રતિતી કરાવી છે.

ભાજપ કંઇ પણ કહે... સરકાર કંઇ પણ કહે... વિપક્ષ કંઇ પણ કહે... કે અન્ય પક્ષો કંઇ પણ કાગારોળ મચાવે પરંતુ શું સૌને એવું નથી લાગતું કે મોદીએ છેલ્લા ૪ વર્ષમાં વિશ્વમાં ભારતને અનેરૃં સ્થાન નથી અપાવ્યું. 

તાજેતરમાં જ આવેલ એક રિપોર્ટ અનુસાર તાકાતવર ૨૫ દેશોની યાદીમાં ભારતને એવું સ્થાન મળ્યું છે જે ખરેખર ગર્વની વાત કહી શકાય. આ મે માં ૪ વર્ષ પૂર્ણ થશે અને ત્યારબાદ આ વર્ષમાં જ એટલે કે ૨૦૧૮માં જ વડાપ્રધાન મોદી આગામી વિદેશયાત્રાઓમાં મહત્વની બેઠકોમાં પણ ભાગ લેશે.

જેમાં સપ્ટેમ્બરમાં સાઉથ આફ્રીકામાં યોજાનાર બ્રિકસ સમિટમાં ભાગ લઇ મહત્વના મુદ્દાઓની ચર્ચા કરશે. ત્યારબાદ નવેમ્બર માસમાં શ્રીલંકામાં યોજાનાર સાર્ક સમિટમાં પણ ભાગ લેશે.

જ્યારે નવેમ્બર - ડિસેમ્બરમાં આર્જેન્ટિનામાં યોજાનાર જી-૨૦ સમિટમાં ભાગ લઇ અનેક પ્રશ્નોની ચર્ચા કરી વિશ્વ સમક્ષ ભારતને અલગ મુકામ આપશે.

આવો આપણે વડાપ્રધાન મોદીના છેલ્લા ૧ વર્ષના વિદેશયાત્રા દરમિયાન મહાનુભાવો સાથે કરેલ મુલાકાતોની ફોટો ગેલેરી નિહાળીએ.

(12:56 pm IST)