Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

૨૦૧૯ : બેઠકો ઘટશે પણ સરકાર મોદીની જ બનશે : સર્વે

સર્વેમાં પીએમ નરેન્દ્રભાઇને સૌથી લોકપ્રિય નેતા માનવામાં આવે છે ત્યાં જ બીજી બાજુ રાહુલ ગાંધીની લોકપ્રિયતામાં પણ વધારો થયો છે

નવી દિલ્હી તા. ૨૫ : વર્ષ ૨૦૧૯માં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારને ઘેરવા માટે એક વધારે કે જયાં દેશની વિપક્ષી પાર્ટીઓ મહાગઠબંધનની રાહ પ્રશસ્ત કરવામાં જોડાયેલી છે. ત્યાં જ ભારતીય જનતા પાર્ટી પણ સત્તાને ચાલુ રાખવા માટે જવાબી રણનીતિ બનાવવામાં જોડાઇ ગઇ છે.

એવામાં વચ્ચે કેન્દ્ર સરકારનાં ૪ વર્ષ થવા બાદ કરવામાં આવેલ એક સર્વેમાં એવું સામે આવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ષ ૨૦૧૯માં ફરી એક વાર સરકાર બનાવશે. એક સર્વેમાં પીએમ નરેન્દ્ર મોદીને સૌથી લોકપ્રિય નેતા માનવામાં આવેલ છે ત્યાં જ બીજી બાજુ રાહુલ ગાંધીની લોકપ્રિયતામાં પણ વધારો થયો છે.

સર્વેનાં જણાવ્યા અનુસાર ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતનાં ભાગોમાં બીજેપીને નુકસાન થતા દેખાઇ રહ્યું છે પરંતુ આ બધું હોવા છતાં પણ NDA કેન્દ્રમાં પરત આવશે.

સર્વેમાં બીજેપીને પૂર્વી ભારતમાં જબરદસ્ત ફાયદો મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જયારે ક્ષેત્રીય પાર્ટીઓનાં ગઠબંધનને ઉત્તર ભારત અને દક્ષિણનાં કેટલાંક રાજયોમાં વધારો થવાની વાત કહેવામાં આવી રહેલ છે. આ સર્વેમાં ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં NDAને અંદાજે ૩૭ ટકા, યૂપીએને ૩૧ ટકા અને અન્ય પાર્ટીઓને ૩૨ ટકા વોટ મળવાનું અનુમાન લગાવવામાં આવી રહેલ છે.

સીટોનાં આંકડાઓની જો વાત કરીએ તો લોકસભા ચૂંટણીમાં NDAને ૨૭૪, યૂપીએને ૧૬૪ અને અન્ય દળોને ૧૦૫ સીટો મળવાનું અનુમાન લગાવવામાં આવેલ છે. આ સાથે જ ચૂંટણી પહેલાનાં સર્વેમાં રાહુલ ગાંધીની લોકપ્રિયતામાં વધારો થવાની પણ વાત સામે આવી છે.

સર્વેનાં જણાવ્યા અનુસાર દેશનાં સૌથી મોટા સૂબા યૂપીમાં મહાગઠબંધન હોવાંની સ્થિતિમાં NDAને ૮ ટકા વોટ શેરનું નુકસાન થતું હોવાનું દેખાઇ રહ્યું છે. ૨૦૧૪ની ચૂંટણીમાં અંદાજે ૪૩ ટકા વોટ હાંસલ કરવાવાળા NDAને હાલની સ્થિતિમાં થનારી લોકસભાની ચૂંટણી દરમ્યાન ૩૫ ટકા વોટ મળવાની વાત કહેવામાં આવી રહેલ છે કે જેનાં કારણે તેને અંદાજે ૮ ટકા વોટનું નુકસાન થતું જોવાં મળી રહ્યું છે.

આ સર્વેમાં બીજેપીને ગોરખપુર અને ફૂલપુરમાં થયેલી હારને લઇને નુકસાન થતું પણ જોવાં મળી રહ્યું છે. ત્યાં જ બીજી બાજુ સર્વેમાં મહાગઠબંધનની સ્થિતિમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીને અંદાજે ૪ ટકા વોટનો ફાયદો મળતું જોવાં મળી રહ્યું છે.

આ ઉપરાંત, મોદીનાં ગૃહ રાજય ગુજરાતમાં ભાજપ હાલની પરિસ્થિતિથી નુકસાન થશે તેમ લાગી રહ્યું છે. આ સર્વેમાં એવું કહેવામાં આવે છે કે NDAના ૫૪ ટકા અને યુપીએનાં એકાઉન્ટમાં ૪૨ ટકા વોટ જવાની વાત થતી હોવાનું જોવા મળી રહ્યું છે. ૨૦૧૪માં ગુજરાતમાં ભાજપ ગઠબંધનને ૫૯ ટકા મત મળ્યાં હતાં. જયારે કોંગ્રેસને મતદાનમાં કુલ ૩૩ ટકા મત મળ્યાં હતાં.

આવી પરિસ્થિતિમાં, હાલની સ્થિતિ મુજબ ભાજપને ગુજરાતમાં ૫ ટકા નુકસાન અને કોંગ્રેસને ૯ ટકા મત મળવાનો ફાયદો થતો હોવાનું જોવાં મળી રહ્યું છે. પશ્ચિમ અને મધ્ય ભારતની જેમ જ દક્ષિણ ભારતનાં તમામ રાજયોમાં પણ NDAને નુકસાન થયું છે. આ સર્વેમાં ૧૩૨ લોકસભાની બેઠકોની ચૂંટણીમાં NDAને ૧૮-૨૨, યુપીએને ૬૫-૭૦ અને અન્યને ૩૮-૪૪ બેઠકો મળવવાની ધારણા છે.

નરેન્દ્રભાઈ - રાહુલના લોકપ્રિયતાના  આંક : સોશ્યલ મીડીયામાં પણ કોંગ્રેસના ચાહકો વધ્યા

સર્વે મુજબ વડાપ્રધાન નરેન્દ્રભાઈ લોકપ્રિય છે પણ તેમને પસંદ કરનાર લોકોમાં ઘટાડો થયો છે. જયારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની લોકપ્રિયતામાં વધારો થયો છે. ૨૦૧૭માં મોદીની લોકપ્રિયતા ૪૪ ટકા હતી, હાલ એ ઘટીને ૩૪ ટકા થઈ છે. જયારે રાહુલને ૧૬ ટકા લોકો પસંદ કરતા તે હવે ૨૪ ટકા લોકોમાં લોકપ્રિય બન્યા છે.

આ ઉપરાંત સોશ્યલ મીડીયાના ફેસબુક, ટ્વીટર, વ્હોટ્સએપનો ઉપયોગ કરનાર લોકોમાં મોદી સરકારની લોકપ્રિયતામાં ઓટ આવી છે. જયારે મે ૨૦૧૭થી મે - ૨૦૧૮ સુધીમાં કોંગ્રેસના ચાહકોની સંખ્યા ૨૦થી વધીને ૨૫ ટકા થઈ છે. જયારે ભાજપની ૩૯માંથી ૩૨ ટકા થતા લોકપ્રિયતા ૭ ટકા ઘટી છે.

(11:47 am IST)