Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

દેને વાલે શ્રી ભગવાન... ફંડ માટે કોંગ્રેસની અપીલ

ટ્વીટ કરીને લોકોને કહ્યું-''લોકતંત્રને પુનઃ સ્થાપિત કરવા કોંગ્રેસને મદદ કરો!''

નવી દિલ્હી તા.૨૫: કોંગ્રેસ મોટી આર્થિક ભીંસ અનુભવી રહી છે આજે કોંગ્રેસે ટ્વીટ કરીને લોકો પાસે ફંડની અપીલ કરી છે. પક્ષે જણાવ્યું છે કે ''ગૌરવર્વતા લોકતંત્રની પુનઃસ્થાપના માટે કોંગ્રેસને મદદ કરો'' કોંગ્રેસને તમારી સહાયની જરૂરત છે... ઉલ્લેખનીય છે કે કોંગ્રેસને નેતાઓની હવાઇયાત્રા પોસાતી નથી, પક્ષના કાર્યાલયોને કરકસર કરવા અપીલો કરી છે ચા-પાણીના ખર્ચમાં પણ કાપ મૂકયો છે જો કે નેતાઓની હવાઇ યાત્રાઓ હજુ ચાલુ જ છે.(૭.૧૦)

(11:40 am IST)