Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

પ૦ કરોડ લોકોને આયુષ્યમાન ભારત યોજના હેઠળ સ્વાસ્થ્ય વીમાનો લાભ મળશે

૧૩પ૦ પ્રકારની બીમારીઓ સામેલ : ઓગષ્ટ મહિનાથી શરૂ થશે : ર૦પ પેઇઝનો ડ્રાફટ તૈયાર

નવી દિલ્હી, તા. રપ : વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય વિમા યોજના આયુષ્માન ભારત અંગેના નિયમોને તૈયાર કરી લીધા છે. તેના હેઠળ મોદી સરકાર દેશના ૧૦ કરોડ પરિવારના પ૦ કરોડ લોકોની આ વર્ષે ઓગષ્ટ મહિનાથી પાંચ લાખ રૂપિયાનો વિમાનો લાભ આપવાનું શરૂ કરશે. આયુષ્માન ભારત માટે તૈયાર બીલમાં હૃદયથી માંડીને મગજ સુધીની ૧૩પ૦ બીમારીઓને સામેલ કરવામાં આવી છે.

આયુષ્માન ભારત હેઠળ લોકો સ્વાસ્થ્ય વીમા હેઠળ ૧૩પ૦ પ્રકારની બિમારીઓની સારવાર કરાવી શકશે તેમાં દોઢ લાખ રૂપિયાના મૂલ્ય સુધીના મેડીકલ ટેસ્ટ પણ સામેલ કરવામાં આવ્યા છે. બુધવારે અંદાજે ર૦પ પેઇઝનું બીલ તૈયાર કરી રાજયોને મોકલી દેવામાં આવ્યા છે. જોકે કેન્દ્ર સરકારના આ નિયમોમાં મહ્દ અંગે ફેરફારનો અધિકાર પણ રાજયોને આપવામાં આવ્યો છે.

તેના હેઠળ વિવિધ બીમારીઓની સારવાર નક્કી કરેલી કિંમતોમાં ૧૦થી ૧પ ટકા વૃદ્ધિ સામેલ છે. જાણવા મળી રહ્યું છે કે હેલ્થ કેર પ્રોજેકટની અનેક બીમારીઓની સારવાર પ્રાઇવેટ હોસ્પિટલોમાં સસ્તી થશે. બીલના જણાવ્યા મુજબ જન્મજાત વિકાર, માનસિક, ટીકાકરણ, આઇવીએફ અને ઓપીડી સેવાઓ આ સ્વાસ્થ્ય યોજનામાં સામેલ થશે નહીં તેઓએ જણાવ્યું કે તેમાં બાળકોની સર્જરી સાથે સાથેક ેન્સર અને માનસિક બિમારીની સારવારના અલગ-અલગ પેકેજ પણ સામેલ છે. (૮.૧૦)

(11:41 am IST)