Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

કોંગ્રેસ ઓબીસીના હક્ક પર તરાપ મારવા માંગે છેઃ યોગી આદિત્‍યનાથ

લખનૌ, તા.,રપઃ યુપીના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથે ભાજપ પ્રદેશ કાર્યાલયમાં મીડીયા સેન્‍ટરનું ઉદઘાટન કર્યુ હતું. આ પ્રસંગે યોગીએ જણાવેલ કે, કોંગ્રેસની મનસા એસસી, એસટીના અધિકારીમાં ઘુષણખોરી કરવાની છે. તેનું સૌથી મોટુ ઉદાહરણ તેમની સરકારમાં આવેલ સચ્‍ચર કમીટીની રીપોર્ટ છે. જેને ભાજપના ભારે વિરોધ બાદ પરત લેવું પડયું હતું.

આ શાસનકાળમાં પુર્વ ચીફ જસ્‍ટીસ અને કોંગ્રેસના સાંસદ રંગનાથ મિશ્રા કમીશનની ભલામણો લાગુ કરવા માંગતા હતા. જેમાં ઓબીસીને મળનાર ર૭ ટકા આરક્ષણમાંથી ૬ ટકા અલ્‍પ સંખ્‍યકોને દેવા માટે જણાવાયું હતું. કોંગ્રેસ પોતાના ઘોષણા પત્રમાં સંપતીનો સર્વે કરાવવાની વાત કરી રહી છે. ત્‍યાર બાદ તેઓ સંપતીને પોતાની રીતે વહેંચણી કરી નાખશે.

તત્‍કાલીન વડાપ્રધાન મનમોહનસિંહે આ વાતનો ઉલ્લેખ પણ કર્યો હતો કે દેશના સંશાધનો પર પહેલો હક્ક અલ્‍પ સંખ્‍યકોનો છે. આ ખતરનાક અને હાસ્‍યાપદ પણ છે. ૧૯૭૦માં ઇન્‍દીરા ગાંધીએ ગરીબી હટાઓનો નારો આપ્‍યો હતો.પણ કોઇ ઠોસ રોડ મેપ ન હોવાથી કાર્યક્રમ સફળ થયો ન હતો. ચહેરો જોઇને લાભ દેવાની ત્‍યારથી શરૂ થયેલ પ્રવૃતિ યુપીએના શાસનકાળમાં વધુ ખીલેલી જોવા મળી હતી.

(3:35 pm IST)