Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

દિલ્‍હીમાં ભગવાન રામની તસવીરવાળી પ્‍લેટમાં બિરયાની પીરસાતાં હોબાળો

ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં આક્રોશ

નવી દિલ્‍હી,તા.૨૫: દેશની રાજધાની દિલ્‍હીમાં ભગવાન રામની તસવીરવાળી ડિસ્‍પોજેબલ પ્‍લેટ પર બિરયાની પિરસવાનો વિડીયો વાયરલ થતાં હોબાળો મચી જવા પામ્‍યો હતો. જોકે, મામલાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી અને મામલાને શાંત પાડ્‍યો હતો.

પોલીસે વધુમાં કહ્યું કે, વિક્રેતાની દુકાનમાંથી ભગવાન રામની તસવીરવાળી પ્‍લેટ જપ્ત કરવામાં આવી છે. સ્‍થાનિક હિન્‍દુ સમુદાયોએ રવિવારે બિરયાનીની દુકાન પર ભગવાનની ઇમેજવાળી પ્‍લેટ જોઈ, ત્‍યારે આ ઘટના સામે આવી હતી. ડિસ્‍પોજેબલ પ્‍લેટ પર ભગવાન રામની તસવીર દેખાડતો એક વીડિયો સોશ્‍યલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્‍યાર પછી દુકાનની પાસે ભીડ એકત્ર થઈ હતી. આ પ્‍લેટ પર બિરયાની પીરસતા જોઈને સ્‍થાનિક લોકોએ વિક્રેતાનો વિરોધ કર્યો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, સ્‍થિતિને જોતા જ ઘટનાસ્‍થળે જ પોલીસ પહોંચી અને એક બિરયાની દુકાન પર ભગવાન રામની ઈમેજવાળી પ્‍લેટ્‍સ મળી આવી હતી. આ મામલાની પોલીસે તપાસ શરુ કરી છે.

(10:03 am IST)