Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

આસારામ કેસઃ અથથી ઇતિ...

આસારામના કેસ પર કોર્ટે નિર્ણય સંભળાવ્યો છે. જેમાં આસારામ સહિત શિવા, શિલ્પી અને શરદ તમામ આરોપીઓ દોષિત જાહેર થયા છે.ઉત્ત્।ર પ્રદેશના શાહજહાંપુરની એક સગીરાએ કથિત રીતે આસારામ પર જેધપુર બહારના વિસ્તારમાં આશ્રમમાં જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો.પીડિતાએ આરોપ મૂકયો છે કે ૧૫ અને ૧૬ ઓગસ્ટની રાત્રે જોધપુરના એક ફાર્મ હાઉસમાં આસારામે સારવારના બહાને તેના પર દુષ્કર્મ આચર્યું હતું.પીડિતાએ દિલ્હીના કમલાનગર પોલીસ સ્ટેશનમાં ૧૯ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ આસારામની વિરૂદ્ઘ એફઆઇઆર નોંધાવી હતી.જાણીએ આ પૂરા મામલામાં કયારે શુંઙ્ગ થયું હતુ?

૧૫ ઓગસ્ટ ૨૧૦૩ : વર્ષ ૨૦૧૩માં શાહજહાંપુરની ૧૬ વર્ષની સગીરાએ આસારામ પર એક ફાર્મ હાઉસમાં દુષ્કર્મ કર્યાનો આરોપ લગાવ્યો.

૨૦ ઓગસ્ટ ૨૦૧૩ : પીડિતાએ દિલ્હીના કમલાનગર પોલીસ સ્ટેશનમાં ૧૯ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ આસારામની વિરૂદ્ઘ એફઆઇઆર નોંધાવી હતી.

૨૩ ઓગસ્ટ ૨૦૧૩ : આસારામના સમર્થકોએ દિલ્હીના કમલા માર્કેટ થાનેમાં હુમલો કર્યો.

૨૮ ઓગસ્ટ ૨૦૧૩ : પીડિતાના પિતાએ આસારામને મોતની સજા આપવાની માગણી કરી હતી. પરંતુ, આસારામના દીકરાએ તે પીડિતાને માનસિક બિમાર હોવાનું કહ્યુ.

૨૮ ઓગસ્ટ ૨૦૧૩ : જોધપુર પોલીસે આસારામની ધરપકડ કરી હતી. ત્યારબાદ કોર્ટે તેને જેલમાં મોકલી દીધો, કોર્ટના નિર્ણય બાદ આસારામના સમર્થકોએ વિરોધ કર્યો.

૦૬ નવેમ્બર ૨૦૧૩ : જોધપુર પોલીસે અસારામ અને ચાર લોકો સામે ચાર્જશીટ દાખલ કરી, ચાર્જશીટમાં જણાવ્યું હતું કે, ૧૬ વર્ષની સગીરા સાથે આસારામે દુષ્કર્મ આચર્યુ.

૦૮ નવેમ્બર ૨૦૧૩ : રાજસ્થાન હાઇકોર્ટે જિલ્લા અને સેશન્સ કોર્ટમાં દરેક દિવસે સુનાવણી કરવા કહ્યું

૭ ફેબ્રુઆરી ૨૦૧૪ : જોધપુરની અદાલતમાં આસારામ સામે દુષ્કર્મ, ગુનાખોરી અને અન્ય ગુનાઓમાં ફરિયાદ કરવામાં આવી.

૧૯ ઓગસ્ટ ૨૦૧૪ : સુપ્રિમ કોર્ટે આસારામની જામીન અરજી રદ્દ કરી હતી.

૧ જાન્યુઆરી ૨૦૧૫ : જામીન અરજીને લઇને સુપ્રીમ કોર્ટે (AIIMS)એઆઈએમએસના સાત સભ્યોને મેડિકલ બોર્ડમાં આસારામની તપાસ કરવા કહ્યુ.

૭ એપ્રિલ ૨૦૧૮ : આ મામલા પર એસસી / એસટી કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઇ ગઇ. ખાસ ન્યાયમૂર્તિ મધૂ સુદ્દન શર્માએ નિર્ણયને સુરક્ષિત રાખ્યો.

આસારામ કેસમાં પુરાવા આપનાર કેટલાક લોકોની હત્યા પણ થઇ ગઇ છે

પુરાવા આપનાર કૃપાલ સિંહની ૧૦ જુલાઈ, ૨૦૧૪માં શહજહાંપુરમાં હત્યા કરાઈ હતી.

અખિલ ગુપ્તાની ૧૧ મી જાન્યુઆરી, ૨૦૧૫માં મુઝફફરનગરમાં ગોળી મીરી હત્યા કરાઇ હતી.

અમૃત પ્રજાપતિની ૨૩ મી મે, ૨૦૧૪માં રાજકોટમાં હત્યા કરાઈ હતી

 રાહુલ સચાન પર ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૫ ના રોજ જોધપુર કોર્ટ બહાર હુમલો કર્યો.

રાજુ ચંદોક પર ૬ ડિસેમ્બરે ૨૦૦૯ ગોળીઓ ચાલાવવામાં આવી.

(4:23 pm IST)